નવી દિલ્હીઃ Top Highest Paid Govt Jobs In India: જો તમારે સરકારી નોકરી કરવી હોય તો આનાથી ઉતમ બીજી કોઈ નહીં. દરેક વ્યક્તિને એવી નોકરી કરવાની ઈચ્છા હોય છે, જેમાં તેમને અન્ય સુવિધાઓ સાથે સારો દરજ્જો અને સારો સેલેરી પણ મળે, જેથી તેઓ પોતાનું અને તેમના પરિવારનું જીવન સેટ કરી શકે. આજે અમે તમને ભારતની તે ટોચની સરકારી નોકરીઓની વિગતો આપી રહ્યા છીએ, જેમાં મોટી કમાણી ઉપરાંત તમને સન્માન પણ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ISRO, DRDO વૈજ્ઞાનિક અને એન્જિનિયર
સંશોધન અને વિકાસમાં રસ ધરાવતા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ISRO અને DRDOમાં વૈજ્ઞાનિક અને એન્જિનિયર બની શકે છે. આ સંસ્થાઓમાં કામ કરીને તમને સમાજમાં ઘણું સન્માન મળે છે. માહિતી અનુસાર, અહીં પ્રારંભિક પગાર 60 હજાર રૂપિયા સુધી છે, જે વધીને 1 લાખ અથવા તેનાથી વધુ થાય છે.


IAS અને IPS 
આ બંને પદો દેશની પ્રગતિ અને યોગ્ય સંચાલન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક IPSને પોલીસ અધિક્ષક તરીકે અને IASને કલેક્ટર કમ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે પોસ્ટ કરવામાં આવે છે, આ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી UPSC હેઠળ કરવામાં આવે છે. IAS અને IPSને સાતમા પગાર પંચ હેઠળ પગાર મળે છે. આમાં, પ્રારંભિક પગાર 56,100 રૂપિયા પ્રતિ મહિના છે, જે થોડા મહિના પછી 1 લાખથી ઉપર પહોંચી જાય છે. આ સિવાય પ્રવાસ, આરોગ્ય, રહેઠાણ સહિત અનેક પ્રકારના ભથ્થાં પણ ઉપલબ્ધ છે.


આ પણ વાંચોઃ 14 કરોડ સુધી પગાર, વેતન અને સુવિધાઓમાં IAS-IPSથી આગળ, ખાનગી કંપનીમાં હોય છે દબદબો


આરબીઆઈ ગ્રેડ બી
જો તમે બેંકિંગ ક્ષેત્રમાં રસ ધરાવો છો તો તમારી કારકિર્દી શરૂ કરવા માટે RBI ગ્રેડ B શ્રેષ્ઠ વિકલ્પ છે. આ માટે આરબીઆઈ એક અલગ પરીક્ષાનું આયોજન કરે છે. પસંદગી પામેલા ઉમેદવારોના બાળકોના શિક્ષણનો ખર્ચ સરકાર ઉઠાવે છે. આરબીઆઈ ગ્રેડ બી પોસ્ટ માટે પ્રારંભિક પગાર 67,000 રૂપિયા પ્રતિ માસ છે.


NDA અને ડીફેન્સ સર્વીસીસ
ભારતીય સેનાના ત્રણ ભાગો નૌકાદળ, વાયુસેના અને આર્મી છે, જે પડકારજનક કાર્યો કરે છે. આમાં, NDA, CDS, AFCAT વગેરે પરીક્ષાઓ UPSC હેઠળ લેફ્ટનન્ટ પદ માટે લેવામાં આવે છે. લેફ્ટનન્ટનો પ્રારંભિક પગાર 68,000 રૂપિયા છે. પ્રમોશન પછી મેજર બનવા પર 1 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે, આ સિવાય અન્ય ઘણા ભથ્થા પણ આપવામાં આવે છે.