નવી દિલ્હીઃ Mazagon Dock Shipbuilders Limited સંરક્ષણ મંત્રાલયની ઉપક્રમ છે, જેમાં ગ્રેજ્યુએશન અને ડિપ્લોમા પાસ માટે નોકરી મેળવવાની તક છે. MDL એ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને જનરલ સ્ટ્રીમ એપ્રેન્ટિસ પોસ્ટ માટે કુલ 200 ખાલી જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેના માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. કુલ 200 જગ્યાઓમાંથી ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની 115 જગ્યાઓ, ડિપ્લોમા એપ્રેન્ટિસની 35 જગ્યાઓ અને સામાન્ય પ્રવાહના એપ્રેન્ટિસની 50 જગ્યાઓનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગ્યતા
ઈચ્છુક ઉમેદવારોએ પોર્ટલ portal.mhrdnats.gov.in પર જઈને ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે. અરજીની પ્રક્રિયા 17 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 2023 છે. જે પછી, 7 ફેબ્રુઆરીએ NATS પોર્ટલ પર માન્ય અરજીઓની યાદી જાહેર કરવામાં આવશે. 13મી ફેબ્રુઆરીથી ઇન્ટરવ્યુ શરૂ કરી શકાશે.


આ પણ વાંચોઃ ગ્રેજ્યુએટ હોવ તો ચોટલી બાંધીને શરૂ કરી દો તૈયારીઓ, 1.60 લાખ રૂપિયા મળશે પગાર


પસંદગીની પ્રક્રિયા
પ્રાપ્ત થયેલ અરજીઓના આધારે, ઉમેદવારોને ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી માટેનો સમય, તારીખ અને સ્થળ ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર જણાવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube