IB Recruitment 2024: ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)માં નોકરી મેળવવાનું દરેકનું સપનું હોય છે. પરંતુ આ સપનું પૂરું કરવા માટે તમારે આ પોસ્ટ્સ માટે અરજી ફોર્મ ભરીને તમામ માપદંડો પાર કરવા પડશે. ત્યારે જ તમે આ સ્વપ્ન તરફ આગળ વધી શકશો. તેના માટે, IB એ ACIO-I/Exe, ACIO-II/Exe, JIO-II/Exe, JIO-I/Exe, JIO-II/Tech, SA/Exe, ACIO-II/સિવિલ વર્ક્સ અને JIO-I ના પદો પર ભરતી માટે વેકેન્સી બહાર પાડી છે. કોઈપણ ઉમેદવાર આ પોસ્ટ્સ માટે અરજી કરવા ઇચ્છુક છે તે સત્તાવાર વેબસાઇટ mha.gov.in દ્વારા અરજી કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતી હેઠળ કુલ 660 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ માટે ઉમેદવાર 30 મે અથવા તે પહેલા અરજી કરી શકે છે. જો તમે IBમાં ગ્રુપ B અને ગ્રુપ C નોન-ગેઝેટેડ રેન્ક/પોસ્ટ્સ પર પણ કામ કરવા માંગતા હો તો અરજી કરતા પહેલા આ મુદ્દાઓને ધ્યાનથી વાંચો.


IB માં ભરવાની જગ્યાઓ


  • ACIO-I/Exe- 80 પોસ્ટ્સ

  • ACIO-II/Exe- 136 પોસ્ટ્સ

  • JIO-I/Exe- 120 પોસ્ટ્સ

  • JIO-II/Exe- 170 પોસ્ટ્સ

  • SA/XE - 100 પોસ્ટ્સ

  • JIO-II/ટેક- 8 પોસ્ટ્સ

  • ACIO-II/સિવિલ વર્ક્સ- 3 જગ્યાઓ

  • JIO-I/MT- 22 જગ્યાઓ

  • હલવાઈ-કમ-કુક- 10 જગ્યાઓ

  • કેરટેકર- 5 જગ્યાઓ

  • PA (પર્સનલ આસિસ્ટન્ટ) – 5 જગ્યાઓ

  • પ્રિન્ટીંગ-પ્રેસ-ઓપરેટર- 1 પોસ્ટ

  • પોસ્ટની કુલ સંખ્યા- 660


ઇન્ટેલિજન્સ બ્યુરો માટે અરજી કરવાની શું છે લાયકાત?
કોઈપણ ઉમેદવાર કે જે ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તેમની પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી જોઈએ. ત્યાર બાદ જ તેઓ અરજી કરવા પાત્ર ગણાશે.