ગુજરાતમાં બમ્પર સરકારી નોકરીઓની તક! જલ્દી કરી લો અરજી, તમારી પણ લાગી શકે છે `લોટરી`
GSECLએ અલગ - અલગ પદ પર વેકેન્સી કાઢી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2021 છે. 300થી વધુ પદ માટે ભરતી છે.
નવી દિલ્લીઃ સરકારી નોકરીના ઈચ્છુકો માટે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ભરતી આવી છે. ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)એ વિદ્યુત સહાયક (JE), વિદ્યુત સહાયક (પ્લાંટ અટેન્ડેન્ટ ગ્રેડ 1), કંપની સચિવ (CS), જૂનિયર પ્રોગ્રામર અને ઈન્સ્ટ્રૂમેન્ટ મિકેનિકના પદ પર નિયુક્તિ માટે વેકેન્સી કાઢી છે. જે માટે આધિકારીક વેબસાઈટ પર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
આ છે મહત્વની તારીખો:
ઑનલાઈન ફોર્મ ભરવાની તારીખઃ 25 ઑગસ્ટ 2021
ઑનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખઃ 14 સપ્ટેમ્બર 2021 સાંજે છ વાગ્યા સુધી.
ફોર્મ ભરવાની વેબસાઈટઃ gsecl.in
આટલી જગ્યાઓ પર ભરતી:
વિદ્યુત સહાયક (જૂનિયર એન્જીનિયર - ઈલેક્ટ્રિકલ) - 45
વિદ્યુત સહાયક (જૂનિયર એન્જીનિયર - મિકેનિકલ) - 55
વિદ્યુત સહાયક (જૂનિયર એન્જીનિયર - ઈંસ્ટ્રૂમેન્ટેશન એન્ડ કંટ્રોલ) - 19
વિદ્યુત સહાયક (જૂનિયર એન્જીનિયર - ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન) - 10
વિદ્યુત સહાયક (જૂનિયર એન્જીનિયર - ધાતુકર્મ) - 01
વિદ્યુત સહાયક (જૂનિયર એન્જીનિયર - સિવિલ) - 25
જૂનિયર પ્રોગ્રામર - 9 પદ
કંપની સેક્રેટરી - 1 પદ
વિદ્યુત સહાયક (પ્લાન્ટ અટેન્ડેન્ટ ગ્રેડ -1 - મિકેનિકલ) - 69
વિદ્યુત સહાયક (પ્લાન્ટ અટેન્ડેન્ટ ગ્રેડ -1 - ઈલેક્ટ્રિકલ) - 50
ઈન્સ્ટ્રૂમેન્ટ મિકેનિક - 32
કુલ પદ - 316
શૈક્ષણિક યોગ્યતા:
વિદ્યુત સહાયક (જૂનિયર એન્જીનિયર) ના પદ માટે આવેદન માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી BE/ B.Tech ની ડિગ્રી હોવી જોઈએ.
જૂનિયર પ્રોગ્રામર - આવેદન કરવા વાળા માટે BE/ B.Tech (કોમ્પ્યૂટર સાયન્સ/ ઈલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન/ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી) ની ડિગ્રી હોવી જોઈએ. આ સાથે જ MCA વાળા પણ આવેદન કરી શકે છે.
CSના પદ માટે આવેદન કરવા માટે ઉમેદવાર પાસે કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ અને તે પણ 55 ટકા સાથે.
વય મર્યાદા:
જનરલ કેટેગરી માટે વય મર્યાદા 35 વર્ષ અને અનામત અને EWS માટે 40 વર્ષની વય મર્યાદા છે. આ વય ઑગસ્ટ 25 સુધીમાં હોવી દોઈએ.