IIM Ahmedabad Online MBA Course: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM અમદાવાદ) એ વર્કિંગ પ્રોફેશનલ્સ અને સાહસિકો માટે હાઈબ્રિડ મોડમાં બે વર્ષનો નવો ઓનલાઈન MBA પ્રોગ્રામ શરૂ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવેશ માટે જરૂરી છે 3 વર્ષનો કાર્ય અનુભવ:
IIM અમદાવાદ અનુસાર, હાઇબ્રિડ મોડમાં ઓનલાઈન MBA પ્રોગ્રામ ઓન-કેમ્પસ, વ્યક્તિગત સત્રો અને લાઈવ ઈન્ટરએક્ટિવ ઓનલાઈન સત્રોને જોડે છે. આ પ્રોગ્રામ ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા અનુભવી સહભાગીઓના જૂથ માટે છે. તે મુખ્યત્વે ઓનલાઈન સિંક્રનસ મોડમાં વિતરિત કરવામાં આવશે, જે પાંચ અલગ-અલગ ઓન-કેમ્પસ મોડ્યુલ દ્વારા પૂર્ણ થશે.


નોલેજ અને સ્કીલ પર ફોકસ રહેશે:
IIM અમદાવાદ શિક્ષણ શાસ્ત્રના અનુસંધાનમાં, આ કાર્યક્રમ મુખ્યત્વે કેસ-આધારિત અભિગમને અનુસરશે, એપ્લાઇડ લર્નિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને, સહભાગીઓ આજના ગતિશીલ વ્યવસાયિક વાતાવરણમાં સફળતા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યો પ્રાપ્ત કરે તેની ખાતરી કરવા માટે.


IIM અમદાવાદના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે જણાવ્યું હતું કે આ કોર્સ એવા પ્રોફેશનલ્સ માટે ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે જેઓ વિવિધ કારણોસર પૂર્ણ સમયના MBA કોર્સમાં પ્રવેશ લઈ શકતા નથી. પ્રોફેસર ભરત ભાસ્કરે વધુમાં જણાવ્યું હતું કે, “આ કોર્સ એવા લોકો માટે છે કે જેમની પાસે ખુબ જ સારી લીડરશીર ક્વાલિટી છે, કાં તો તેઓ પહેલેથી જ કાર્યબળનો ભાગ છે. તેઓ કાં તો તેમની કારકિર્દીની સ્થિતિને કારણે છે, જ્યાં તેઓ પહેલેથી જ અમુક પ્રકારના ઉચ્ચા હોદ્દા પર અથવા વિકાસ થાય એવી સારી જગ્યા પર છે. જો તે વ્યક્તિ કોઈ સારી પોસ્ટ પર, પદ પર કે પ્રતિસ્થિત વ્યવસ્થામાં સન્માનનીય હોદ્દા પર હોય તો તેની પાસે સમય હોતો નથી. એવી વ્યક્તિ અહીં આ પ્રકારે ઓનલાઈન કોર્સ કરી શકે છે. જેમાં તમારે રુબરુ કોલેજમાં લેક્ચર અટેન કરવા આવવાની જરૂર રહેતી નથી.


તમને આ રીતે પ્રવેશ મળશે-
ઓછામાં ઓછા ત્રણ વર્ષનો પૂર્ણ-સમયનો કાર્ય અનુભવ અને ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા તેની સમકક્ષ ધરાવતા વર્કિંગ પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો આ પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે. IIM અમદાવાદ એન્ટ્રન્સ ટેસ્ટ (IAT) અથવા CAT અથવા GMAT અથવા GRE અને વ્યક્તિગત ઇન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોને ઑનલાઇન MBA કોર્સમાં પ્રવેશ આપવામાં આવશે.