Weirdest Jobs in History: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને નોકરીમાં ઓછું કામ કરવું પડે અને વધુ ને વધુ પૈસા મળે. હવે દુનિયામાં નોકરીઓનું સ્વરૂપ બદલાઈ ગયું છે. ક્યાંક ડેસ્ક જોબ છે તો ક્યાંક ફિલ્ડમાં કામ કરવાનું છે. પરંતુ કેટલીક નોકરીઓ ખૂબ જ વિચિત્ર હોય છે, જેમાં પૈસા ખૂબ સારા હોય છે. અમે તમને આવા જ એક કામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ કામ ઘોડાના વાળ કાપવાનું છે, જેમાં તમે દરરોજ લાખો રૂપિયા કમાઈ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ ઘોળાને પ્રેમ કરો છો અને તેને પાળવાનું પસંદ છે તો આ નોકરી તમારા માટે પણ છે. આ નોકરીમાં  ન માત્ર તમે ઘોડાની સાથે સમય પસાર કરી શકશો, પરંતુ ખાતામાં મોટા પૈસા આવશે. ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં ઘણા દેશોમાં હોર્સહેયર બ્રેન્ડિંગમાં ખુબ મોટો પગાર મળે છે. આ નોકરીમાં ઘોળાના વાળ સરખા કરવા પડશે અને એક દિવસમાં 1.22 લાખ સુધીના રૂપિયા મળી શકે છે. 


આ પણ વાંચોઃ 1 વર્ષમાં પૈસા ડબલ, હવે કંપનીએ 1 બોનસ શેર આપવાની કરી જાહેરાત, જાણો વિગત


આ દેશોમાં છે માંગ
હકીકતમાં ઘણા દેશોમાં ઘોડાના શો થાય છે. ત્યાં તેના વાળની ચોટલી બનાવવામાં આવે છે. તે માટે લોકોને દર કલાકના 150 ડોલર એટલે કે 12000 રૂપિયા મળે છે. જો અનુભવ હોય તો એક દિવસમાં 10 ઘોડાની ચોટલી બનાવી શકાય છે. આ જાનવરોની દુબઈ, સાઉદી અરબ, કતર, ઈરાન અને કુવૈતમાં ખુબ માંગ છે. અહીં પશુ મેળાના આયોજન થતા રહે છે. જ્યાં ઘોડાની ચોટલી બનાવી મોટી રકમની કમાણી કરી શકાય છે. 


આ સિવાય બ્લડ સ્ટોક એજન્ટ બનીને પણ ખુબ પૈસા મળે છે. તેમાં કમીશન પર ગ્રાહકોને ઘોડા વેચવા કે ખરીદવામાં આવે છે. આ સિવાય ઘોડાની પ્રેગનેન્સીઅને તેના બાળકોની કેર બ્રૂડ મેયર મેનેજર્સ કરે છે. તેમાં અનુભવના આધારે લાખો રૂપિયાનો પગાર મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube