નવી દિલ્હી: ચીન દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ઝડપથી આર્થિક વિકાસના લીધે દુનિયાભરના લોકો ચીનમાં કામ કરવા માંગે છે. બીજી તરફ ચીનની સરકારનું પણ કહેવું છે કે તે દુનિયાભરના પ્રતિભાશાળી લોકોને પોતાના ત્યાં બોલાવવા માંગે છે. ચીન વિશે ભારતીય ભારતીય લોકોને ઓછી જાણકારી છે અને મોટાભાગે ભારતીય ખાડી અને પશ્વિમી દેશો તરફ વલણ કરે છે. જોકે હવે ચીન પ્રત્યે લોકોની દિલચસ્પી વધી રહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે કરશો અરજી
સૌથી પહેલાં ચીનમાં કામ કરવા માટે તમારે ફોરેન વર્ક પરમિટ માટે ઓનલાઇન અરજી કરવી પડશે. ત્યારબાદ ચીનના દૂતાવાસ અથવા કાઉંસલેટમાં 'ઝેડ' અથવા 'આર' વીઝા માટે અરજી કરો. ત્યારબાદ દોરેન વર્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં વર્ક પરમિટ અને પબ્લિક સિક્યોરિટી ડિપાર્ટમેન્ટમાં વર્ક-ટાઇપ રેસિડેન્સ પરમિટ માટે અરજી કરવી પડશે. 


ચીનમાં વર્ક પરમિટની અરજી માટે જરૂરી 7 દસ્તાવેજ
ફોરનર્સ વર્ક પરમિટ માટે અરજી પત્ર
જોબ ક્વોલિફિકેશન સર્ટિફિકેટ
મેડિકલ સર્ટિફિકેટ
એમ્પ્લોયરનું સરનામું, સંપર્ક નંબર અને એમ્પલોયમેંટ સર્ટિફિકેટ
પાસપોર્ટ, વીઝા અને માન્ય રહેઠાણ પરમિટ
ઉચ્ચતર શૈક્ષણિક ડિગ્રીનું પ્રમાણપત્ર
લેટેસ્ટ ફોટો

ચીનમાં કામ કરવા માટે જરૂરી શરતો
અરજીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઇએ. સ્વાસ્થ્ય સારું હોવું જોઇએ. કોઇ ક્રિમિનલ રેકોર્ડ ન હોવો જોઇએ. જરૂરી પ્રોફેશનલ સ્કિલ હોવી જોઇએ અને જોબ ઓફર થવી જોઇએ. અરજી જે પદ પર કામ કરવા જઇ રહ્યા છો, તેની ચીનમાં જરૂરિયાત હોવી જોઇએ જે ચીનના આર્થિક વિકાસમાં મદદરૂપ થાય. વધુ જાણકારી માટે આ લિંક પર ક્લિક કરો.