Career in Trading: શેર માર્કેટમાં રસ પડે છે? તો ટ્રેડિંગ સેક્ટરમાં બનાવો કરિયર, સેટ થઈ ગયા તો રોજની આવક હશે લાખોમાં
Career in Trading: સ્ટોક માર્કેટ રૂપિયાનો દરિયો છે. જો તમે યોગ્ય નોલેજ અને સ્ટ્રેટેજી બનાવીને આગળ વધો છો તો ધારો એટલી કમાણી કરી શકો છો. અનેક એવા ટ્રેડર છે જે યોગ્ય નોલેજના કારણે દિવસના લાખો રૂપિયા કમાતા હોય છે.
Career in Trading: આજના સમયમાં નોકરી કરનાર વ્યક્તિ પણ ઈચ્છે કે તે પેસિવ ઈનકમ જનરેટ કરે. થોડું વધારે કામ કે ઘર બેઠા કામ કરીને પણ આવક વધે તેવા ઓપ્શન લોકો શોધતા હોય છે. જે લોકોને નોકરી સિવાય વધારાની આવક મેળવવી હોય તેવો ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી શકે છે. સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગથી પેસીવ ઇન્કમ જનરેટ કરી શકાય છે. કરિયર બનાવવા માટે પણ ટ્રેડિંગ સારો ઓપ્શન સાબિત થાય છે.
આ પણ વાંચો: Career Option: ધો.12 પછી આ ઓફબીટ કરિયર પસંદ કરો, નાની ઉંમરમાં શરુ થઈ જશે લાખોનો પગાર
ભારતમાં પણ ટ્રેડિંગ ઇન્ડસ્ટ્રીઝનો છેલ્લા ઘણા સમયથી ઝડપથી ગ્રોથ થઈ રહ્યો છે. ટ્રેડિંગ સેક્ટરમાં રોજગારના પણ અનેક ઓપ્શન ઉપલબ્ધ હોય છે. પરંતુ જાણકારીના અભાવના કારણે યુવાનો તેનો લાભ લઈ શકતા નથી. તો કેટલાક લોકોના મનમાં ગેરસમજ હોય કે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ પણ જોખમી છે. પરંતુ આવું નથી. યોગ્ય જાણકારી સાથે જો તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ સેક્ટરમાં કરિયર બનાવો છો તો લાખો રૂપિયાની કમાણી ઘર બેઠા કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે તમે કેવી રીતે સ્ટોક ટ્રેડિંગ ફીલ્ડમાં ઉજવળ ભવિષ્ય બનાવી શકો છો.
ટ્રેડિંગ સેક્ટરથી કરો લાખોની કમાણી
આ પણ વાંચો: કોમ્પ્યુટર સાયન્સના 7 બેસ્ટ કોર્સ, કોર્સ પુરો કરો એટલે તરત મળે સારા પગારની નોકરી
1. ટ્રેડિંગ સેક્ટરમાં કરિયર બનાવવા માટે સૌથી પહેલા કોઈ ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન કે કોર્પોરેશન પાસેથી ટ્રેડિંગમાં ડિગ્રી મેળવવી પડે છે.
2. ખાસ વાત એ છે કે આ ક્ષેત્રમાં આગળ વધવા માટે ઉંમરની કોઈ જ મર્યાદા નડતી નથી. શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે કોઈ ન્યુનતમ સીમા નથી. તમે કોઈપણ ઉંમરે આ કરિયર પસંદ કરી શકો છો.
3. પ્રોફેશનલી ટ્રેડરના ફીલ્ડમાં જે લોકો સક્સેસફુલ્લી કામ કરે છે તેમાંથી મોટાભાગના લોકો મેથ્સ, ફાઇનાન્સ, અકાઉન્ટિંગ કે ઇકોનોમિક્સની ડિગ્રી ધરાવતા હોય છે. જો તમે પણ આ સબ્જેક્ટમાં ડિગ્રી ધરાવવો છો તો તમારા માટે ટ્રેડર્સ તરીકે કરિયર બનાવવું ઇઝી રહેશે.
આ પણ વાંચો: ભણવા માટે વિદેશ જતી વખતે આ વાતોનું ધ્યાન રાખશો તો નહીં નડે આર્થિક સમસ્યા
4. આ ફિલ્ડમાં કરિયર બનાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારો કોઈ બોસ નથી હોતો. તમે જાતે તમારા માલિક હોવ છો. તમારે કોઈની અંડરમાં કામ કરવાની જરૂર નથી પડતી કે કોઈને સાથે રાખવાની જરૂર નથી.
5. સ્ટોક માર્કેટ રૂપિયાનો દરિયો છે. જો તમે યોગ્ય નોલેજ અને સ્ટ્રેટેજી બનાવીને આગળ વધો છો તો ધારો એટલી કમાણી કરી શકો છો. અનેક એવા ટ્રેડર છે જે યોગ્ય નોલેજના કારણે દિવસના લાખો રૂપિયા કમાતા હોય છે.
આ પણ વાંચો: ભારતની ટોપ 5 કોલેજ, આ કોલેજોમાં એડમિશન એટલે દીકરા-દીકરીની લાખોની નોકરી પાક્કી
6. જો તમે ટ્રેડર તરીકે કરિયર પસંદ કરો છો તો આ ફિલ્ડમાં જોબ માટે પણ ઘણા ઓપ્શન ઉપલબ્ધ છે. તમે સેબી રજીસ્ટર ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર બની શકો છો, ઇન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ બની શકો છો અથવા તો કન્સલ્ટિંગ પણ કરી શકો છો.
7. આ ફિલ્ડ એવું છે જેમાં જોબ અને પોતાનું કામ બંને માટે અનેક ઓપ્શન ઉપલબ્ધ છે. જો તમે આ કરિયરમાં આગળ વધવા માંગો છો તો સ્ટોક માર્કેટ સંબંધિત જાણકારી મેળવવાની શરૂઆત કરી દો. સ્ટોક માર્કેટ ક્યારે ઉપર જાય છે અને ક્યારે ડાઉન થાય છે તેના આધારે જ બધા ટ્રેડર્સ પૈસા લગાવતા હોય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)