નવી દિલ્હી: ભારતીય વાયુ સેના (Indian Air Force)એ તેમની ઓફિશિયલ વેબસાઈટ પર AFCAT 02/2020 પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં સામેલ થયેલા તમામ ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ afcat.cdac.in પર જઇને પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયરેક્ટ લિંકથી જુઓ રિઝલ્ટ
વેબસાઈટ પર વિઝિટ કરવા ઉપરાંત ઉમેદવાર આ લિંક https://afcat.cdac.in/afcatreg/ પર ક્લિક કરીને પણ તેમની રિઝલ્ટ જોઇ શકે છે. ઓફિશિયલ વેબસાઈટ પર રિઝલ્ટ સંબંધિત નોટિસ પણ આપવામાં આવી છે.


આ પણ વાંચો:- 6 મહિના પહેલા બની શકો છો CA, 10th બાદ કરી શકશો ફાઉન્ડેશન કોર્સમાં રજિસ્ટ્રેશન


આ રીતે ચેક કરો રિઝલ્ટ
નચી આપેલા સ્ટેપ્સ દ્વારા ઉમેદવાર તેમનું AFCAT રિઝલ્ટ ચેક કરી શકે છે.


  • AFCATની ઓફિશિયલ વેબસાઈટ afcat.cdac.in પર જાઓ.

  • હોમપેજ પર ઉમેદવાર લોગિંનના વિકલ્પ પર ક્લિક કરો.

  • AFCAT 02/2020 ને સિલેક્ટ કરો.

  • એક લોગિંન પેજ ઓપન થશે

  • તેમાં ઇ-મેઈલ આઇડીથી લોગિંન કરો, જેના દ્વારા તમે પરીક્ષા અને તેના પાસવર્ડ માટે નોંધણી કરી હતી.

  • પેજ પર આપવામાં આવેલ સુરક્ષા કોડને પણ ભરો અને સબમિટ પર ક્લિક કરો.

  • તમારુ રિઝલ્ટ ડિસપ્લે થઇ જશે. ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ આઉટ કાઢો.


આ પણ વાંચો:- ઘરે બેઠાં Online ઇનકમ માટે આ છે બેસ્ટ ઓપ્શન્સ, જરૂરથી કરો Try


ઇન્ટરવ્યૂ સંબંધીત જાણકારી
ઓફિશિયલ વેબસાઇટ પર ઇન્ટરવ્યૂની તારીખ અને વેન્યૂ સંબંધીત જાણકારી આપવામાં આવી છે. AFCAT 02/2020માં સફળ ઉમેદવારો માટે તારીખ અને સ્થળ પસંદગીના વિકલ્પો આપવામાં આવ્યાં છે. તમામ ઉમેદવારો તારીખ 21 ઓક્ટોબર 2020ના રોજ સવારે 11:00થી 25 ઓક્ટોબર 2020ના રોજ સવારે 11:00 વાગ્યા સુધી તારીખ અને સ્થળ પસંદ કરી શકે છે. જેઓ 25 ઓક્ટોબર, 2020ના રોજ 11:00 સુધી સ્થળ અને તારીખ પસંદ કરી શકશે નહીં, તેઓને સિસ્ટમ દ્વારા ફાળવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube