કેવી રીતે થાય છે IAS, IPSની ભરતી? કલેક્ટર અને કમિશ્નર બનવા માટે કઈ રીતે કરવો પડે છે અભ્યાસ?
IAS-IPS Training: IAS, IPS કે IFSની તાલીમ મસૂરીની લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં મોકલવામાં આવે છે. સૌથી પહેલા 3 મહિનાનો એક ફાઉન્ડેશન કોર્સ હોય છે. જ્યાં તેમને તંત્રની પાયાની વાતોથી વાકેફ કરવામાં આવે છે.
IAS-IPS Training: IPS અને IAS નામ પડે એટલે જ આપણી સામે આવે એક રૂઆબદાર ચહેરો. એક અધિકારીનો મોભો. પરંતુ આ સ્થાન પર પહોંચવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. UPSC ક્લીઅર કર્યા બાદ તમને આ સ્થાને પહોંચવાનો મોકો મળે છે. UPSC માટે કોઈ પણ કોર્સમાં ગ્રેજ્યુએશન કરીને પરીક્ષા આપી શકો છે. સિવિલ સર્વિસની પરીક્ષા ત્રણ સ્ટેજમાં લેવામાં આવે છે. પહેલા પ્રી, બીજું મેઈન્સ અને ત્રીજું ઈન્ટરવ્યૂ કે પર્સનાલિટી ટેસ્ટ. જ્યારે ઉમેદવાર આ 3 પાસ કરે ત્યારે તેને રેન્ક અનુસાર, IAS, IPS કે IFSમાં મોકલવામાં આવે છે. જો ઉમેદવારનો રેન્ક સારો હોય તો તેમને પસંદગીની તક પણ મળે છે.
IAS, IPS કે IFSની તાલીમ મસૂરીની લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં મોકલવામાં આવે છે. સૌથી પહેલા 3 મહિનાનો એક ફાઉન્ડેશન કોર્સ હોય છે. જ્યાં તેમને તંત્રની પાયાની વાતોથી વાકેફ કરવામાં આવે છે. IPSની આગળની ટ્રેનિંગ હૈદરાબાદમાં થાય છે. આ બંનેને 2 વર્ષની ટ્રેનિંગ હોય છે. જે થયા બાદ તેમને JNU થી MA (લોક પ્રશાસન)ની ડિગ્રી આપવામાં આવે છે.
લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન વિશે જાણો-
લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનની સ્થાપના 1959માં થઈ હતી. અહીંથી ટ્રેનિંગ લીધા બાદ આઈએએસ અધિકારીઓને તેમને કેડરમાં મોકલી દેવામાં આવે છે, જ્યાં તેઓ પોતાની જવાબદારી નિભાવે છે. આ એકેડેમીના મુખ્ય કેમ્પસની સાથે પાંચ અન્ય કોમ્પલેક્સ છે. જેની સાથે 17 અન્ય સંપતિઓ પણ છે. જેમાં આઈટી, ડિસ્પેન્સરી, ઑફિસ મેસ, હોર્સ રાઈડિંગ અને દિવ્યાંગો માટેની સુવિધા છે.
આટલી હોય છે ફી-
જે ટ્રેઈની આઈએએસ-આઈપીએસ LBSNAAમાં રહે છે, તેમને ખૂબ જ મામૂલી ફી ભરવાની રહે છે. તેમાં વીજળી અને પાણીનો ખર્ચ હોય છે. જે સેલેરીમાંથી કપાય છે. મહત્વનું છે કે તેમને સ્ટાઈપેન્ડ તરીકે દર મહિને 40 હજાર મળે છે. એક રૂમ માટે પ્રતિ વ્યક્તિ 350 રૂપિયા આપવાનો હોય છે. બે લોકો માટે 174 રૂપિયા અને મેસનો ચાર્જ 10 હજાર રૂપિયા હોય છે.
LBSNAAમાં તાલીમના અનેક તબક્કામાં થાય છે. જે નીચે પ્રમાણે છે.
ફાઉન્ડેશન કોર્સ
ફેઝ-1
ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ
ફેઝ-2
આસિસ્ટન્ટ સેક્રેટરીશિપ