વર્ષે 2019માં નોકરીની ખૂબ તકો હશે. ઘણા ક્ષેત્ર એવા છે જ્યાં સંબંધિત પ્રોફેશનલ્સની જોરદાર માંગ રહેવાની છે. ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2019માં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે એન્જીનિયરિંગ સેક્ટરમાં પ્રોફેશનલ્સની માંગ વધુ રહેવાની છે. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે સૌથી વધુ નોકરીઓ દિલ્હી, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં નિકળવાની છે. સર્વેમાં દેશભરના 100થી વધુ એમ્પ્લોયર સાથે વાતચીત કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ ક્ષેત્રોના 3.1 લાખ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સેક્ટરમાં સૌથી વધુ મળશે નોકરી
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે બી.ઇ. અથવા બી.ટેક.વાળા માટે નોકરીઓની વધુ તક હશે. સર્વે અનુસાર એન્જીનિયરિંગ સેક્ટરમાં 57.1 ટકા વિદ્યાર્થી જલદી નોકરી મેળવી શકે છે. ત્યારબાદ બી.એસસી ડિગ્રી હોલ્ડર માટે આ 47.4 ટકા છે. આ પ્રકારે એમસીએ ડિગ્રીવાળા 43.2 ટકા, એમબીએ ડિગ્રીવાળા માટે 36.4 ટકાનું અનુમાન છે. જ્યારે બી.ફાર્મા ડિગ્રીવાળા માટે 36.3 ટકા અને બી.કોમ ડિગ્રીધારકો માટે નોકરી પ્રાપ્ત કરવાની સંભાવના 30.1 ટકા છે.



(સાંકેતિક ફોટો-રોયટર્સ)


આ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે સારી તક
રિપોર્ટ અનુસાર, આ વર્ષે એન્જીનિયરિંગ (23%), સ્નાતક (22%), મેનેજમેંટ (13%), આઇટીઆઇ (12%), અંડર ગ્રેજ્યુએટ (12%), પોસ્ટ ગ્રેજ્યુએટ (11%) અને પોલિટેકનિક ડિગ્રી હોલ્ડરના વિદ્યાર્થીઓ માટે નોકરી પ્રાપ્ત કરવાની તક રહેશે. વર્ષ 2019ની વાત કરીએ તો આ વર્ષે બીએફએસઆઇ/સોફ્ટવેર અને હાર્ડવેર, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વધુ ભરતી થશે. ઇકોનોમિક્સ ટાઇમ્સના સમાચારના અનુસાર ગત બીએફએસઆઇ અને રિટેલ સેક્ટરમાં નોકરીઓ વધુ હતી.