હિતલ પારેખ, ગાંધીનગરઃ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC EXAM) દ્વારા ક્લાસ 1 અને 2ની કુલ 388 જગ્યા ભરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જીપીએસસીએ અખબારી યાદીમાં આ માહિતી આપી છે. જીપીએસસી દ્વારા ડીવાયએસપી, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર, સેક્શન અધિકારી સચિવાલય સહિત અન્ય પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

388 જગ્યા માટે જાહેરાત
જીપીએસસી દ્વારા કુલ 388 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ડીવાયએસપીની 24 જગ્યા, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ-2ની 98 જગ્યા, સેક્શન અધિકારી સચિવાલય- 25 જગ્યા, રાજ્ય વેરા અધિકારીની 67 જગ્યા, સરકારી શ્રમ અધિકારીની 28 જગ્યા, લધુ ભુસ્તરશાસ્ત્રી વર્ગ-3ની 44 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ઉમેદવારે ઓજસ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 



ક્યારથી શરૂ થશે અરજી?
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને આપેલી માહિતી પ્રમાણે ઉમેદવાર 24 ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર છે. ઉમેદવારે ઓજસ પર ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. જે કોઈ ઉમેદવાર ફોર્મ ભરવા ઈચ્છે છે તે લાયકાત, ઉંમર, પગાર ધોરણ સહિત દરેક માહિતી માટે https://gpsc.gujarat.gov.in પર મુલાકાત લઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube