મરઘીએ ભારત અને ચીનની બોર્ડર પર ઈંડુ આપ્યું તો ઈંડું કોનું કહેવાશે? જાણો રસપ્રદ સવાલોના જવાબ
ઝી બ્યૂરો, અમદાવાદ: મિત્રો,આઈએએસ ઈન્ટરવ્યૂહના સવાલો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. કહેવાય છે કે યૂપીએસસીની પરીક્ષામાં ઉમેદવારોથી કોઈ પણ સવાલો પુછી શકાય છે. આ પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારોને પરસેવો છુટી જાય છે. તેથી અમે તમને આવા જ કેટલાક મજેદાર યૂપીએસસીના સવાલો અને તેના જવાબો બતાવી રહ્યા છે. યૂપીએસસીને ખુબ અધરી પરીક્ષા માનવામાં આવે છે જેને લીધે વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરતા હોય છે. યૂપીએસસીમાં ફક્ત જ્ઞાન જ નહીં પણ વ્યક્તિત્વની પણ તપાસ થતી હોય છે. યૂપીએસસીની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ પર આ સવાલોથી આઇડિયા મેળવી શકે છે કે કેવી રીતે સામાન્ય દેખાતા સવાલનો જવાબ એટલો જ અસામાન્ય હોય છે.
આઈએએસ ઈન્ટરવ્યૂહના રસપ્રદ સવાલો:
1) મરઘીએ ભારત અને ચીનની બોર્ડર પર ઈંડુ આપ્યું તો ઈંડું કોનું કહેવાશે?
2) 500 અને 2000ના નોટની છાપવાની કિંમત શું છે?
3) એવી કઈ વસ્તુ છે કે જેને પહેરનાર શખ્સ ખરીદી શકતો નથી અને પોતાના માટે પણ ખરીદી શકતો નથી
4) મનુષ્યના શરીરનું એવું કયું અંગ છે કે જે દર બે મહિનામાં બદલાઈ જાય છે
5) પ્લેનમાં મુસાફરી કરતી વખતે જો કોઈ બાળકનો જન્મ થાય તો તેની નાગરિકતા કઈ હશે?
6) કયા પ્રાણીનું દૂધ ગુલાબી રંગનું હોય છે
7) એવી કઈ વસ્તુ છે કે જે પુરુષોની વધે છે પણ મહિલાઓની નથી વધતી?
હવે જાણી લો આ રસપ્રદ સવાલોના જવાબ
જવાબ-1
મરઘીનું
જવાબ-2
રિઝર્વ બેંકની એક વાર્ષિક રિપોર્ટ પ્રમાણે 200 રૂપિયાના નોટ છાપવાની કિંમત 2.90.500 રૂપિયાની નોટ છાપવાની કિંમત
2.94 અને 2000ના નોટ છાપવાની કિંમત 3.54 છે..
જવાબ-3
કફન
જવાબ-4
મગજ
જવાબ-5
ભારતીય નાગરિકતા કાયદા પ્રમાણે જો બાળકના માતા પિતા ભારતીય હોય તો બાળક ભારતીય ગણાશે. ભલે બાળકનો જન્મ કોઈ પણ દેશની સીમામાં થયો હોય.
જવાબ-6
હિપ્પો
જવાબ-7
દાઢી-મૂંછ