Indian Army Agniveer CEE Result 2023: ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અંતગર્ત અગ્નિવીર ભરતીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વેકેન્સી માટે અરજી કરનાર ઉમેદવારો ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને પરિણામ જોઈ શકે છે. તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાંથી 2.5 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય સેના દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ વર્ષે અગ્નિવીર ભરતી માટેની અરજી પ્રક્રિયા 16 ફેબ્રુઆરી 2023ના રોજ શરૂ થઈ હતી. આમાં અરજી કરવા માટે 20 માર્ચ 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ ખાલી જગ્યા માટે એડમિટ કાર્ડ 05 એપ્રિલ 2023 ના રોજ જારી કરવામાં આવ્યું હતું. હવે ઝોન મુજબનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 

Agniveer Rally Result 2023 અહીં ડાયરેક્ટ ચેક કરો. 


આ રીતે ચેક કરો Agniveer Result 2023 
- પરિણામ ચેક કરવા માટે વ્યક્તિએ ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પર જવું પડશે.
- હોમપેજ પર ઝોન વાઇઝ વિકલ્પ જોવા મળશે.
- તમારા ઝોનમાં જાવ અને પરિણામની બાજુમાં આપેલ લિંક પર ક્લિક કરો.
- પરિણામ PDF ફોર્મેટમાં ખુલશે.
-  તમે રોલ નંબર સર્ચ કરીને પરિણામ ચેક કરી શકો છો.


Agniveer પસંદગી પ્રક્રિયા
આર્મી અગ્નવીર CEE પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ શારીરિક તંદુરસ્તી અને માપન કસોટીમાં હાજર રહેવું પડશે. છેલ્લે એક મેડિકલ ટેસ્ટ માટે હાજર રહેવું પડશે. આર્મી અગ્નિવીર ભરતી પ્રક્રિયા હેઠળ, ઉમેદવારોને લેખિત પરીક્ષાના મેરિટ માર્કસના આધારે ભરતી રેલી માટે બોલાવવામાં આવશે.


તમને જણાવી દઈએ કે અગ્નિવીર યોજના હેઠળ સેનાની ભરતીની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. અગ્નિવીર ભરતી માટેની લેખિત પરીક્ષામાં પસંદગી પામેલા ઉમેદવારોને રેલી માટે બોલાવવામાં આવશે. દરેક રાજ્યમાં રેલી કેન્દ્રો બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના જિલ્લા પ્રમાણે રેલી કેન્દ્ર જોઈ શકશે.