Indian Army Jobs: જો તમે પણ ભારતીય સેના માટે કામ કરવા ઈચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે ભારતીય સેનાએ યોગ્ય ઉમેદવાર માટે ભરતી બહાર પાડી છે. ભારતીય સેનાએ શોર્ટ સર્વિસ કમિશન SSC ટેક્નિકલમાં 381 પદ પર ભરતી બહાર પાડી છે. આ પદ માટે પુરૂષોની સાથે મહિલાઓ પણ અરજી કરી શકે છે. માત્ર તે ઉમેદવાર અરજી કરી શકશે જે કુંવારા છે અને જેણે એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સત્તાવાર નોટિફિકેશન અનુસાર જગ્યા પર અરજી કરવાની પ્રક્રિયા 16 જુલાઈ 2024થી શરૂ થઈ ગઈ છે અને ઈચ્છુક ઉમેદવાર 14 ઓગસ્ટ 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. એસએસસી ટેક માટે સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર અરજી કરી શકો છો.


સેનાના આ ભરતી અભિયાન હેઠળ કુલ 381 જગ્યા ભરવામાં આવશે. જેમાં 350 ખાલી ભરતીઓ એસએસસી (ટેક) પુરૂષો માટે, 29 એસએસસી (ટેક) મહિલાઓ માટે અને 2 રક્ષા કર્મીઓના વિધવાઓ માટે છે. આ કોર્સ એપ્રિલ 2025માં શરૂ થશે. 


યોગ્યતા
ઉંમરઃ 20થી 27 વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે. ઉંમરની ગણતરી 1 એપ્રિલ 2025ના આધાર પર કરવામાં આવશે.


શૈક્ષણિક યોગ્યતાઃ જે ઉમેદવારે એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સ પાસ કરી લીધો છે કે જે એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સના છેલ્લા વર્ષમાં છે તે અરજી કરી શકે છે. 


આ પણ વાંચોઃ જો તમે 10મું પાસ હોવ તો ભારતીય પોસ્ટમાં અરજી કરો, 44,200 થી વધુ જગ્યાઓ પર ભરતી


પગાર ધોરણ
મહત્વનું છે કે આ ભરતી બાદ ઉમેદવારોની ટ્રેનિંગ થશે અને ટ્રેનિંગ પૂરી કર્યાં બાદ તેને વેતન અને ભથ્થાની ચુકવણી કરવામાં આવશે.


Indian Army SSC Tech 2025 : કઈ રીતે અરજી કરશો
સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જાવ.
ઓફિસર એન્ટ્રી એપ્લાય/લોગિન પર ક્લિક કરો અને પછી રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
રજીસ્ટ્રેશન બાદ, ડેશબોર્ડ અંતર્ગત ઓનલાઈન અરજી કરવા પર ક્લિક કરો.
હવે શોર્ટ સર્વિસ કમીશન ટેક્નિકલ કોર્સ સામે દેખાડવામાં આવેલ એપ્લાય પર ક્લિક કરો.
અરજી ફોર્મ ભરો અને સબમિટ કરો.
ફોર્મની એક પ્રિન્ટઆઉટ લઈ લો.