Indian Army Nursing Officer Bharti 2024 Eligibility: જે લોકો ભારતીય સેનામાં જોડાવા માંગે છે તેમના માટે આ એક સુવર્ણ તક છે. ભારતીય સેનાએ તાજેતરમાં આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ (AFMC) ના જોડાણ હેઠળ B.Sc નર્સિંગ પ્રોગ્રામમાં પ્રવેશ માટે સૂચના બહાર પાડવામાં આવી છે. સત્તાવાર સૂચના અનુસાર, ફક્ત મહિલા ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.join Indianarmy.nic.in પર અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

220 જગ્યાઓ પર થશે નિમણૂકો 
પસંદગી પ્રક્રિયા પછી પસંદગી પામેલ ઉમેદવાર ચાર વર્ષના B.Sc નર્સિંગ કોર્સ માટે રહેશે. આ પ્રવેશ અભિયાનથી કુલ 220 બેઠકો ભરવાની છે. ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ NEET (UG) સ્કોર દ્વારા કરવામાં આવશે. જે મહિલા ઉમેદવારોએ NEET નથી આપી તે તેમાં ભાગ લઈ શકશે નહીં.


ભરતી વિગતો


  • આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ પુણે - 40 બેઠકો

  • કમાન્ડ હોસ્પિટલ (ઈસ્ટર્ન કમાન્ડ) કોલકાતા - 30 બેઠકો

  • I.N.H.S. અશ્વિની કોલેજ ઓફ નર્સિંગ, મુંબઈ- 40 બેઠકો

  • આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલ- 30 સીટો

  • કમાન્ડ હોસ્પિટલ (સેન્ટ્રલ કમાન્ડ) લખનૌ - 40 બેઠકો

  • કમાન્ડ હોસ્પિટલ (એરફોર્સ) બેંગ્લોર – 40 બેઠકો


કોણ કરી શકે છે અરજી 
અપરિણીત મહિલાઓ ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવારનો જન્મ 01 ઓક્ટોબર 1999થી 30 સપ્ટેમ્બર 2007ની વચ્ચે હોવો જોઈએ.