નવી દિલ્લીઃ ભારતીય સેનામાં સામેલ થવાનું યુવાનોનું સપનું હોય છે. જેથી યુવાનોને દેશની સેવા કરવાની તક મળે છે. આ સાથે સમાજમાં માન-પ્રતિષ્ઠા પણ મળે છે. વધુમાં વધુ સંખ્યામાં યુવાનો ભારતીય સેનામાં કારકિર્દી બનાવવા માંગે છે. જો તમે પણ આર્મીમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો તમે આ પરીક્ષાઓ પાસ કરીને તમારું સપનું પૂરું કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NDA/NA:
જો તમે 12મું વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યું હોય તો તમે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)/ નેવલ એકેડમી (NA) માટે અરજી કરી શકો છો. આ પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવે છે. પ્રથમ પરીક્ષા એપ્રિલ-મેમાં લેવામાં આવે છે. જ્યારે બીજી પરીક્ષા ઓક્ટોબર-નવેમ્બરમાં લેવામાં આવે છે. NDA/NA હેઠળ પસંદ કરાયેલા ઉમેદવારોને નેવી, આર્મી અને એરફોર્સમાં લેફ્ટનન્ટ બનાવવામાં આવે છે.


IAFCAT ભરતી:
ભારતીય વાયુસેનામાં ભરતી માટે સામાન્ય પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. 12 સાયન્સ અને આર્ટસ સ્ટ્રીમ પાસ કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 16 વર્ષથી 19 વર્ષની વચ્ચે હોવી જોઈએ.


IAF Group X and Y Recruitment 2022:
ઈન્ડિયન એરફોર્સમાં ભરતી માટે ગ્રુપ X અને Y પોસ્ટ પર ભરતી હાથ ધરવામાં આવે છે. જેના માટે 10 અને 12 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. હવે આ ભરતી માટેની અરજીઓ 22 જાન્યુઆરીથી ભરવામાં આવશે..


Indian Army Recruitment Rally:
ભારતીય સેનામાં 10મા અને 12મા પાસ ઉમેદવારોની ભરતી માટે દેશભરના વિવિધ રાજ્યોમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભારતીય સેનામાં સૈનિકોની પોસ્ટ પર ભરતી કરવામાં આવે છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 16 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.