Indian Army TGC Recruitment 2023: ઈન્ડિયન આર્મીમાં ભરતી માટે રાહ જોઈ રહેલા યુવાઓ માટે શાનદાર તક છે. ભારતીય સેના સેનામાં સ્થાયી કમિશન માટે ભારતીય સૈન્ય એકેડેમી (IMA) દહેરાદૂનમાં જાન્યુઆરી 2024થી શરૂ થનારા 138 માં ટેક્નિકલ ગ્રેજ્યુએશન કોર્સિસ (TGC-138) માટે યોગ્ય અપરણિત પુરુષ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સની શોધ કરી રહી છે. જેમ કે ભારતીય સેના ભરતી 2023ના અધિકૃત નોટિફિકેશનમાં ઉલ્લેખ કરાયો છે કે આ ભરતી અભિયાન માટે 40 વેકેન્સી છે. જ્યાં સિવિલ પોસ્ટ 11 વેકેન્સી, કમ્પ્યુટર સાયન્સ પોસ્ટ 9 વેકેન્સી, ઈલેક્ટ્રિકલ પોસ્ટ 4 વેકેન્સી, ઈલેક્ટોરનિક્સ 6 વેકેન્સી, મિકેનિકલ 8 વેકન્સી અને અલગ અલગ એન્જિનિયરિંગ સ્ટ્રીમ માટે 2 વેકન્સી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વય મર્યાદાની વાત કરીએ તો કેન્ડિડેટની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જોઈએ. જ્યારે વધુમાં વધુ વયમર્યાદા 27 વર્ષ રાખવામાં આવી છે. વય મર્યાદાની ગણતરી 1 જાન્યુઆરી 2024થી કરવામાં આવશે. જેમ કે ભારતીય સેના ભરતી 2023ના અધિકૃત નોટિફિકેશનમાં અપાયું છે તેમ સિલેક્ટેડ કેન્ડિડેટ્સને 49 સપ્તાહ માટે ભારતીય સૈન્ય એકેડેમી, દહેરાદૂનમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે. 


India Army Recruitment 2023 Education
આ ભરતી માટે કેન્ડિડેટ કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાન સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગ કે બીઈ કરનારા કેન્ડિડેટ અરજી કરી શકે છે. અરજીના સ્ટેપ્સ ઓફિશિયલ વેબસાઈટ પર અપાયા છે. 


ધોરણ 10 અને 12 પાસ માટે BSFમાં નોકરી કરવાની સોનેરી તક, 81,000 સુધીનો મળશે પગાર


Higher Education માં રસ નથી તો પણ આ ક્ષેત્રોમાં કરી શકો છો મોટી કમાણી


Jobs 2023: પ્રસાર ભારતીમાં વીડિયોગ્રાફર પદ માટે નિકળી વેકેન્સી, આ રહી તમામ ડિટેલ્સ


India Army Recruitment 2023 How to apply
- અરજી કરવા માટે કેન્ડિડેટ્સે સૌથી પહેલા ઈન્ડિયન આર્મીની અધિકૃત વેબસાઈટ પર જવું પડશે. 
- ત્યારબાદ રિક્રુટમેન્ટની લિંક પર ક્લિક કરો. 
- ટેક્નિકલ રિક્રુટમેન્ટ લિંક પર ક્લિક કરો. 
- પર્સનલ ડિટેલ્સ નોંધીને તમારું યૂઝર આઈડી અને પાસવર્ડ બનાવી લો. 
- ત્યારબાદ ફોર્મ ભરો અને સંબંધિત ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. 
- ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ ફી પે કરો અને સબમિટ કરો. 
- હવે તમારા ભરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ કઢાવી લો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube