Indian Army: ઈન્ડિયન આર્મીમાં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ યુવાનો માટે સીધી ભરતી જાહેર થઈ છે. આ ભરતીની ખાસ વાત એ છે કે ઉમેદવારોએ કોઈ લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં. ઉમેદવારોએ ત્રણ તબક્કામાંથી પસાર થવું પડશે. પ્રથમ તબક્કામાં શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ કર્યા પછી ઉમેદવારોએ આગળના રાઉન્ડ માટે પસંદગી કેન્દ્રમાં સાયકોલોજિકલ ટેસ્ટ માટે હાજર રહેવું પડશે. આ પછી ગ્રુપ ડિસ્કશન અને પછી ઈન્ટરવ્યુ થશે. આ માટે ઉમેદવારોએ પહેલા તેમનું ઓનલાઈન ફોર્મ ભરવું જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 27 વર્ષ સુધીના યુવાનોને તક મળશે
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષની હોવી જોઈએ. અને મહત્તમ વય મર્યાદા 27 વર્ષ રાખવામાં આવી છે. ઉમેદવારનો જન્મ 2જી ઓક્ટોબર 1996થી 1લી ઓક્ટોબર 2003ની વચ્ચે હોવો જોઈએ. વય મર્યાદા 1 ઓક્ટોબર 2023 ના આધારે ગણવામાં આવશે. ઉમેદવારે લગ્ન કર્યા હશે તો એ લાયક નહીં ગણાય..


આ જગ્યાઓ પર ભરતી
આ ભરતી પ્રક્રિયા દ્વારા સિવિલમાં 49, કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં 42, ઈલેક્ટ્રીકલમાં 17, ઈલેક્ટ્રોનિક્સમાં 26, મિકેનિકલમાં 32 અને અન્ય ઈજનેરીમાં 9 જગ્યાઓ પર ભરતી થવાની છે. SSC મહિલા પદો માટે સિવિલમાં 3 પોસ્ટ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં 7 પોસ્ટ, ઈલેક્ટ્રિકલમાં 1 પોસ્ટ, ઈલેક્ટ્રોનિક્સમાં 2 પોસ્ટ, મિકેનિકલમાં 3 પોસ્ટ્સ છે.


આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી BE, B.Tech પાસ કરેલ હોવું જોઈએ. જો કોઈ ઉમેદવાર બેચલર ઑફ એન્જિનિયરિંગ ડિગ્રીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે, તો તે આ પોસ્ટ્સ માટે પણ અરજી કરી શકે છે. આવા લોકો 1 ઓક્ટોબર, 2023 સુધી તેમનું પાસિંગ સર્ટિફિકેટ રજૂ કરી શકે છે. પગારની વાત કરીએ તો, આ પોસ્ટ્સ પરના ઉમેદવારોને દર મહિને રૂ. 56,100 થી રૂ. 1,77,500 સુધીનો પગાર મળશે. આ જ સમયે, જ્યાં સુધી ઉમેદવારની તાલીમ છે ત્યાં સુધી દર મહિને 56,100 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.