Medical Colleges with Low Fees: જો તમારું બાળક પણ MBBS કરવાનું સપનું જોઈ રહ્યું છે અને તમે તેના માટે એવી મેડિકલ કોલેજો શોધી રહ્યા છો જેમાં ઓછી ફી હોય તો આજે તમને દેશની એવી મેડિકલ કોલેજ વિશે જણાવીએ જેમાં ફી નું સ્ટ્રક્ચર ખૂબ જ ઓછું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારત દેશમાં એક એવી મેડિકલ કોલેજ પણ છે જ્યાં MBBSની એક વર્ષની ફી માત્ર 12,000 રૂપિયા છે. આ સિવાય પણ ભારતમાં કેટલીક મેડિકલ કોલેજ છે જેમાં MBBS ની ફી અન્ય કોલેજ કરતા ખૂબ ઓછી છે. જો તમે પણ તમારા દીકરા-દીકરીને MBBS કરાવવા માંગો છો તો આ વિકલ્પ પર વિચારી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શેર માર્કેટમાં રસ પડે છે? તો ટ્રેડિંગ સેક્ટરમાં બનાવો કરિયર, રોજની આવક હશે લાખોમાં


સેન્ટ જોન્સ મેડિકલ કોલેજ, બેંગલોર 


સેન્ટ જોન્સ મેડિકલ કોલેજ બેંગ્લોરમાં છે અને આ એક પ્રાઇવેટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે. જેની સ્થાપના 1963 માં થઈ હતી. આ કોલેજમાં MBBSની એક વર્ષની ફી 7.88 લાખ રૂપિયા છે. 


દયાનંદ મેડિકલ કોલેજ લુધિયાણા 


પંજાબના લુધિયાણામાં દયાનંદ મેડિકલ કોલેજ આવેલી છે. આ મેડિકલ કોલેજ બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સથી એફિલેટેડ છે. આ કોલેજમાં MBBS ની એક વર્ષની ફી લગભગ 4.6 લાખ રૂપિયા જેટલી છે. 


આ પણ વાંચો: Career Option: ધો.12 પછી આ ઓફબીટ કરિયર પસંદ કરો, નાની ઉંમરમાં શરુ થઈ જશે લાખોનો પગાર


વૈદેહી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ, બેંગ્લોર 


વૈદેહી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર બેંગ્લોરમાં આવેલું છે. આ કોલેજમાં MBBS કરવાની 1 વર્ષની ફી 4 થી 5 લાખ રૂપિયા જેટલી છે. 


એમએસ રમૈયા મેડિકલ કોલેજ, બેંગલોર 


રમૈયા મેડિકલ કોલેજની સ્થાપના 1979 માં થઈ હતી. આ કોલેજનો ઉદ્દેશ ક્વોલિટી એજ્યુકેશન આપવાનો છે. આ કોલેજમાં 1 વર્ષના MBBS કોર્સની ફી 3 થી 4 લાખ રૂપિયા જેટલી છે. 


આ પણ વાંચો: કોમ્પ્યુટર સાયન્સના 7 બેસ્ટ કોર્સ, કોર્સ પુરો કરો એટલે તરત મળે સારા પગારની નોકરી


મહાત્મા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થાન 


મહાત્મા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થાન ભારતની પહેલી ગ્રામીણ મેડિકલ કોલેજ છે. અહીં એક વર્ષના MBBS કોર્સની ફી 2.63 લાખ રૂપિયા જેટલી છે. 


કેમ્પેગૌડા આયુર્વિજ્ઞાન સંસ્થાન 


કેમ્પેગૌડા આયુર્વિજ્ઞાન સંસ્થાન કર્ણાટકમાં છે જે રાજીવ ગાંધી સ્વાસ્થ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, જયનગર, બેંગ્લોરથી એફિલેટેડ છે. અહીં MBBS કોર્સના એક વર્ષની ફી 1.95 લાખ રૂપિયા છે. 


આ પણ વાંચો: ભારતની ટોપ 5 કોલેજ, આ કોલેજોમાં એડમિશન એટલે દીકરા-દીકરીની લાખોની નોકરી પાક્કી


સીએમસી વેલ્લોર 


ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોરમાં આવેલી છે જેને સીએમસી વેલ્લોર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોલેજમાં MBBS કોર્સની એક વર્ષની ફી 40,330 રુપિયા છે. 


ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, તેલંગાણા 


હૈદરાબાદમાં આવેલી ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં MBBS ના કોર્સની એક વર્ષની ફી 12,000 રૂપિયા છે. આ કોલેજમાં MBBS કોર્સની કુલ ફી 1.3 લાખ રૂપિયા છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)