Indian Railways Job Vacancy 2024: ભારતીય રેલવેએ 5,696 આસિસ્ટન્ટ લોકો પાઇલટ્સ (ALP) ની ભરતીની પ્રક્રિયા શરૂ કરી છે. 1.5 લાખ કર્મચારીઓની સફળ ભરતી બાદ ભરતી અભિયાન શરૂ થયું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે જેમ જેમ રેલવે નેટવર્ક વિસ્તરશે તેમ કર્મચારીઓની ભરતી વધતી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય મોટી અપડેટ એ છે કે આ પ્રક્રિયા માટે વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવી છે. મતલબ કે, અગાઉ માત્ર 30 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો જ આ જગ્યાઓ માટે અરજી કરવા પાત્ર હતા, પરંતુ હવે વય મર્યાદામાં 3 વર્ષની છૂટની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ મહત્તમ વય મર્યાદા 33 વર્ષ થઈ ગઈ છે. 


બજેટ પહેલાં અદાણીની કંપનીઓએ કર્યો કમાલ, કલાકોમાં જ રોકાણકારોને કર્યા માલામાલ
ઇંટ્રાડે માટે ટોપ 20 સ્ટોક્સ, ટ્રેડિંગમાં થશે ધમાકેદાર નફો; ચેક કરો ટાર્ગેટ્સ


એટલે કે, હવે 33 વર્ષથી નીચેના ઉમેદવારો પણ આ પદો માટે અરજી કરી શકે છે. આ માટેની અરજી પ્રક્રિયા 31 જાન્યુઆરીથી ઓનલાઈન શરૂ થશે. આ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી 2024 છે. વય મર્યાદા 1 જુલાઈ, 2024 થી ગણવામાં આવશે.


આ બેંક દરેક એકાઉન્ટ હોલ્ડરને આપી રહી છે 53,000 રૂપિયા, તમે પણ ચૂકતા નહી તક!
ઇંટ્રાડે માટે ટોપ 20 સ્ટોક્સ, ટ્રેડિંગમાં થશે ધમાકેદાર નફો; ચેક કરો ટાર્ગેટ્સ


આ ઉપરાંત હવે એએલપીની ભરતી દર વર્ષે યોજાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઉમેદવારોને બીજો લાભ મળશે કે આ પોસ્ટ્સ પર પસંદ કરાયેલા ઉમેદવારોનું જોઇનિંગ તરત જ થઈ જશે, તેઓએ આ માટે રાહ જોવી પડશે નહીં.


રેલવે ALB ભરતી પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા ચાર તબક્કામાં પૂર્ણ થવાની શક્યતા છે. આ તબક્કાઓ છે
1. પ્રથમ તબક્કો CBT (કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ)
2. બીજો તબક્કો CBT
3. કમ્પ્યુટર આધારિત એપ્ટિટ્યુડ ટેસ્ટ
4. ડોક્યૂમેન્ટ વેરિફિકેશન


આ પદ્ધતિથી ઘઉંની ખેતી કરશો તો ઘઉંનું થશે બંપર ઉત્પાદન, કૃષિ વૈજ્ઞાનિકે આપી ખાસ ટિપ્સ
આ છે ગત વર્ષની બેસ્ટ સેલિંગ ટોપ-5 કાર, 4 મારૂતિ અને 1 આ કંપનીનું મોડલ


અરજીની વાત કરીએ તો આ માટે 500 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. CBT 1 પરીક્ષામાં ભાગ લેનારાઓને 400 રૂપિયા રિફંડ કરવામાં આવશે. જ્યારે SC, ST, મહિલા, EBC, વિકલાંગ વર્ગના ઉમેદવારોએ 250 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જેઓ CBT 1 પરીક્ષામાં ભાગ લેશે તેમને 250 રૂપિયાની સંપૂર્ણ રકમ પરત કરવામાં આવશે.


શું તમે પણ ઘર-ઓફિસના દરવાજે લીબું-મરચાં લટકાવો છો? કારણ ખબર છે કે પછી દેખાદેખી?
Shani Transit 2024: 2024 માં 3 વાર શનિ બદલશે ચાલ, આ રાશિના લોકો થઇ જશે માલામાલ