RCF Recruitment 2023 Apprentice: રેલ્વેમાં અપરેન્ટિસ જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. RCF,કપૂરથલા ખાતે અલગ-અલગ ટ્રેડમાં અપરેન્ટિસ એક્ટ 1961 હેઠળ 550 અપરેન્ટિસ પદો માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પાત્ર ઉમેદવારો 06/02/2023 થી 04/03/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોએ અપરેન્ટિસ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરતા પહેલા એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ તમામ પાત્રતા માપદંડો અને અન્ય નિયમો અને શરતોને પૂર્ણ કરે. વધુ સંબંધિત વિગતો જાણો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલ કોચ ફેક્ટરીમા તમે અહી ઓનલાઈન અરજીની તારીખ ચકાસી શકો છો. અને ઓનલાઈન RCF અપરેન્ટિસ 2023 અરજી ફોર્મ લિંકનો ઉપયોગ કરીને અપરેન્ટિસની પોસ્ટ માટે અરજી કરી શકો છો. લાયક ઉમેદવારો અહીં આપેલી તારીખો પર ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી સબમિટ કરવાની અન્ય કોઈ રીત સ્વીકારવામાં આવશે નહીં.


આ પણ વાંચો:
હવે ચાની ચુસ્કી કુલ્લડમાં માણવાનો સમય આવ્યો! ઓર્ડરમાં અધધ...ટકાનો વધારો
તુર્કીમાં હોટલના કાટમાળ નીચેથી મળી ભારતીયની લાશ : 5 દિવસથી હતો લાપતા


આ પદો માટે યોગ્ય બનવા માટે ઉમેદવારોએ 31/03/2023 ના રોજ આપેલ વય મર્યાદાને સંતોષવી આવશ્યક છે. કોઈપણ ઉમેદવારની લઘુત્તમ વય 15 વર્ષ છે, જ્યારે મહત્તમ વય મર્યાદા 24 વર્ષ રાખવામાં આવી છે. તે જ સમયે, સરકારી નિયમો અનુસાર, અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.


પસંદગીની વાત કરીએ તો, આ પદો માટે કોઈ પરીક્ષા થશે નહીં. આ માટે ઉમેદવારોના માર્કસના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ઉમેદવારોએ 10મું પાસ કરેલ હોવું જોઈએ અને નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ દ્વારા જારી કરાયેલ રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર હોવું જોઈએ.


RCF ભરતી 2023 માટે કેવી રીતે કરવી અરજી ?


અધિકૃત RCF વેબસાઇટ www.rcf.indianrailways.gov.in પર જાઓ.


અરજી માત્ર ઓનલાઈન મોડ દ્વારા જ સ્વીકારવામાં આવશે.


હોમ પેજ પર, વર્ષ 2023-24 માટે તાલીમ મેળવવા માટે એક્ટ અપરેન્ટિસની ઑનલાઇન એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.


ઉમેદવારોએ વેલીડ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરાવવી પડશે.


નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન અને અરજી કરો.


ઉમેદવારો તમામ વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.


બધા જરૂરી દસ્તાવેજો નિયત ફોર્મેટમાં અપલોડ કરો.


અરજી ફી ચૂકવો. અરજી સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લેવી.


આ પણ વાંચો:
શું રાજકોટમાં રમાશે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ? કેમ થઈ શકે છે મેદાનમાં ફેરફાર?
12 ફેબ્રુઆરી 2023 રાશિફળઃ કોને ફળશે આજે ગ્રહોની ચાલ? જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube