Railway Vacancy: ઈસ્ટર્ન રેલવેએ ગ્રુપ સી અને ગ્રુપ ડીની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મગાવવામાં આવી છે. લાયક અને ઈચ્છુક ઉમેદવારો RRC/ER rrcer.org અને rrcrecruit.co.in ની અધિકૃત વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન દ્વારા પૂર્વ રેલવેમાં 60 જગ્યાઓ ભરવામાં આવશે. નોંધણી પ્રક્રિયા 15 નવેમ્બર 2024થી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 છે. આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટની વિગતો
ગ્રુપ 'C', લેવલ-4/લેવલ-5: 5 જગ્યા
ગ્રુપ 'C' લેવલ-2/લેવલ-3: 16 જગ્યા
ગ્રુપ 'ડી' લેવલ-1(7મી સીપીસી): 39 જગ્યા


આ પોલિસીમાં રોજ ભરો 45 રૂપિયા; મૈચ્યોરિટી પર મળશે 25 લાખ, જાણો અન્ય કયા લાભ મળશે?


શૈક્ષણિક લાયકાત
ગ્રુપ 4 અથવા ગ્રુપ 5: કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી તેની સમકક્ષ ડિગ્રી. 


ગ્રુપ 2 અથવા ગ્રુપ 3: ધોરણ 12 (10+2) અથવા તેની સમકક્ષ ડિગ્રી પાસ કરેલ હોવી જોઈએ. આ સાથે માન્યતા પ્રાપ્ત બોર્ડ/કાઉન્સિલ/ઈન્સ્ટિટ્યુટ વગેરેમાંથી પૂર્ણ કરેલ અભ્યાસક્રમ અથવા અધિનિયમ એપ્રેન્ટિસશીપ અથવા સરકાર તરફથી 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ છે. 


ગ્રુપ 1: 10મું ધોરણ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ અથવા ITI અથવા તેની સમકક્ષ પરીક્ષા અથવા NCVT દ્વારા આપવામાં આવેલ નેશનલ એપ્રેન્ટીસશીપ પ્રમાણપત્ર (NAC) પાસ કરેલ હોવું જોઈએ.


NPSમાં નાણાંનું રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર, જે દિવસે રોકાણ કરશો તે જ દિવસે મળશે


વય મર્યાદા
ઓનલાઈન અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 


પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં 50 ગુણના માપદંડ મુજબ માન્ય રમત સિદ્ધિનું મૂલ્યાંકન સામેલ હશે. આમાં રમતગમતની કુશળતા, શારીરિક તંદુરસ્તી અને ટ્રાયલ દરમિયાન કોચની ઓવરવ્યૂ માટે 40 ગુણ અને શૈક્ષણિક લાયકાત માટે 10 ગુણનો સમાવેશ કરવામાં આવશે છે.


ભરતી પ્રક્રિયા માટેનો ઈ-કોલ લેટર RRC/ERની વેબસાઈટ પર ઓનલાઈન ડાઉનલોડ કરવાનો રહેશે.


અરજી ફી
તમામ ઉમેદવારો માટે અરજી ફી રૂ. 500 છે. SC, ST, મહિલા, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે ફી 250 રૂપિયા છે. ફી ઇન્ટરનેટ બેંકિંગ અથવા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન ચૂકવવાની રહેશે.