ભારતમાં પ્રવાસનને મળી રહ્યો છે જબરદસ્ત વેગ! 2033 સુધીમાં 2.4 કરોડ નોકરી મળવાની આશા

India Tourism Growth: ભારતનું પ્રવાસન ક્ષેત્રમાં આગામી 10 વર્ષોમાં 7.1% ના વાર્ષિક દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે, જે ટિયર 2 અને ટિયર 3 શહેરોના કારણે હશે. આ વૃદ્ધિ 2033 સુધીમાં 24 મિલિયન (2.4 કરોડ) રોજગારીની તકોનું સર્જન કરશે. આમાં ખાસ કરીને ટ્રાવેલ કન્સલ્ટન્ટ્સ, ટૂર ગાઈડ અને લોજિસ્ટિક્સ ઓપરેટર્સ જેવી ગિગ ભૂમિકાઓનો સમાવેશ થાય છે.
India Tourism Growth: ભારતમાં પ્રવાસન સતત વધી રહ્યું છે. તે વિશ્વના સૌથી લોકપ્રિય પ્રવાસ સ્થળોમાં ગણવામાં આવે છે, જે વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરીઝમ (WTTC) એ અહેવાલ આપ્યો છે કે ભારતની મુસાફરી અને પ્રવાસન જીડીપી આગામી 10 વર્ષમાં સરેરાશ વાર્ષિક 7.1% દરે વધી શકે છે.
હાલમાં, પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્ર ભારતના કુલ જીડીપીમાં લગભગ 8% યોગદાન આપે છે. એવામાં આશા છે કે તે ઝડપી બની શકે છે. વધુમાં પ્રાદેશિક ખર્ચમાં 2034 સુધીમાં 1.2 ગણો વધારો થવાનો અંદાજ છે, જે ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે મોટા અને કુશળ કાર્યબળની આવશ્યકતા છે.
ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં વિકાસ
આપણે જાણીએ છીએ કે દેશના મેટ્રોપોલિટન શહેરોએ ભારતના પ્રવાસન અર્થતંત્રને વધારવામાં મદદ કરી છે. જો કે, હવે ટિયર 2 અને ટિયર 3 શહેરો પણ આમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા જોવા મળે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે કોવિડ પછી રોકાણમાં વધારો થયો છે, સારી કનેક્ટિવિટી અને ધાર્મિક પર્યટન તરફ લોકોનો ઝોક વધ્યો છે. એવામાં તેઓ નવા અને અજાણ્યા સ્થળોની શોધ કરી રહ્યા છે. નાના શહેરોમાં પણ પ્રવાસન વધ્યું છે. આ નાના શહેરોના ઝડપી વિકાસથી 2033 સુધીમાં ટિયર 2 અને ટિયર 3 માર્કેટમાં 24 મિલિયન (2.4 કરોડ) તકો ઊભી થવાની અપેક્ષા છે.
ટુરિઝમથી જનરેટ થશે ગીગ જોબ્સ
ધાર્મિક પર્યટનથી 2028 સુધીમાં $59 બિલિયન (રૂ. 5.1 લાખ કરોડ)ની આવક અને 2030 સુધીમાં મોટી સંખ્યામાં અસ્થાયી અને કાયમી નોકરીઓની અપેક્ષા છે. ગીગ અને કામચલાઉ કામદારોમાં વધારો પીક સીઝન દરમિયાન ફ્લેક્સિબલ રોજગારની તકો પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે, મહાકુંભ 2025માં મોટી સંખ્યામાં મુલાકાતીઓનું સંચાલન કરવા માટે હોટેલ સ્ટાફ, ટૂર ગાઈડ અને ટ્રાવેલ કોઓર્ડિનેટર સહિત વિવિધ ભૂમિકાઓમાં લગભગ 1.2 મિલિયન ગીગ અને કામચલાઉ કામદારોની જરૂર પડી શકે છે.
આ શહેરોમાં વધી રહી છે નોકરીની તકો
તમને જણાવી દઈએ કે લખનૌ, જયપુર, જોધપુર, કોચી, ઋષિકેશ, અમદાવાદ, શિલોંગ, ગુવાહાટી અને આગ્રા જેવા શહેરો તેમના સાંસ્કૃતિક મહત્વ અને વધતી કનેક્ટિવિટીને કારણે લોકપ્રિય બની રહ્યા છે. વધુમાં, ડેસ્ટિનેશન વેડિંગ, એડવેન્ચર સ્પોર્ટ્સ ટુરિઝમ, ઇકોટુરિઝમ, કલ્ચરલ ટુરીઝમ અને રૂરલ ટુરીઝમ જેવા ટ્રેન્ડ આ સ્થળોના વિકાસને આગળ વધારી રહ્યા છે.
આનાથી ટિયર 2 અને ટિયર 3 માર્કેટમાં વિવિધ જોબ પ્રોફાઇલ્સની માંગ વધી રહી છે, ખાસ કરીને સેલ્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ પ્રોફેશનલ્સ (26%), ટ્રાવેલ કન્સલ્ટન્ટ્સ (22%), ટૂર ગાઈડ્સ (15%), ડિજિટલ માર્કેટર્સ (12%). ), ગ્રાહક સેવા અધિકારી (15%), લોજિસ્ટિક્સ ઓપરેટર (10%)નો સમાવેશ છે.