ISRO માં કામ કરવાની શાનદાર તક, 27 જૂન સુધી કરી શકશો અરજી
ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇજેશન (ISRO)માં નોકરી કરવાની શાનદાર તક છે. ISRO એ ટેક્નિકલ આસિસ્ટન્ટ પદ માટે વેકેન્સી પડી છે. આ વેકન્સીમાં ઓનલાઇન એપ્લાઇ 27 જૂન 2019 સુધી કરી શકશો. ISRO એ યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. ઉમેદવારોને કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા/બોર્ડ/યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિક એન્જીનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઇએ.
નવી દિલ્હી: ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇજેશન (ISRO)માં નોકરી કરવાની શાનદાર તક છે. ISRO એ ટેક્નિકલ આસિસ્ટન્ટ પદ માટે વેકેન્સી પડી છે. આ વેકન્સીમાં ઓનલાઇન એપ્લાઇ 27 જૂન 2019 સુધી કરી શકશો. ISRO એ યોગ્ય ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. ઉમેદવારોને કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા/બોર્ડ/યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિક એન્જીનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઇએ.
જગ્યાનું નામ: ટેક્નિકલ સહાયક (ઇલેક્ટ્રિકલ)
સીટ- 1
વય મર્યાદા - 35 વર્ષ
યોગ્યતા- ડિપ્લોમા
પગાર- 44,900-1,42,400/- લેવલ 7
નોકરીનું સ્થળ- નવી દિલ્હી
અરજી ફી
આ પદ પર અરજી કરવા માટે બધા ઉમેદવરોને અરજીની ફીના રૂપમાં 100 રૂપિયા જમા કરાવવા પડશે. આ ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેકિંગ અથવા એસબીઆઇ ચલણના માધ્યમથી કરી શકાશે.
મત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન અરજી જમા કરાવવાની તારીખ 7 જૂન 2018થી શરૂ
ઓનલાઇન અરજી જમા કરવવાની અંતિમ તારીખ 27 જૂન 2019
ફી ભરવાની અંતિમ તારીખ 28 જૂન 2019
કેવી રીતે કરશો અરજી
ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે એપ્લિકેશન ISRO ની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. અહીં તમને રાષ્ટ્રીય કેરિયર સેવા (એનસીએસ) પોર્ટલ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને પાત્રતાની શરતોને પુરી કરવા માટે પ્રક્રિયાનું પાલન કરવું પડશે. અરજી ફક્ત ઓનલાઇન પ્રાપ્ત કરવામાં આવશે. રજિસ્ટ્રેશન બાદ અરજીને એક ઓનલાઇન રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે, જેને ભવિષ્યના સંદર્ભ માટે સાવધાનીપૂર્વક સાચવવો પડશે. અરજી કરનારનું ઇ-મેલ આઇડી ફરજિયાત અરજીમાં આપવું પડશે.