ISRO Recruitment 2024 Notification:  જો તમે 56,000 રૂપિયાના માસિક પગાર સાથે ISROમાં નોકરી કરવા માંગો છો, તો તુરંત જ કરો અરજી. ઈસરોમાં જગ્યાઓ પડી છે. તમે પણ સારા નસીબ ધરાવતા હો તો તમને પણ અહીં નોકરીની તક મળી શકે છે. ઇસરોએ યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર (યુઆરએસસી) હેઠળ વૈજ્ઞાનિકથી ડ્રાઇવરની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોઈપણ ઉમેદવાર કે જે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તે આ પોસ્ટ્સ માટે સત્તાવાર વેબસાઇટ isro.gov.in દ્વારા પણ અરજી કરી શકે છે. તમે પણ જો તમે નોકરી કરવા માગતો હો તો જરા ઉતાવળ કરજો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસરોનું નામ ધીરે ધીરે વિશ્વભરમાં ફેલાઈ રહ્યું છે. અમદાવાદમાં પણ ઈસરોની સંસ્થા છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 224 જગ્યાઓ ભરવામાં આવનાર છે. જે પણ આ પોસ્ટ માટે અરજી કરવા માગે છે તે 1 માર્ચ પહેલાં અરજી કરી શકે છે. જો તમે પણ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગો છો, તો પહેલા નીચે આપેલી બાબતોને ધ્યાનથી વાંચો.


ઈસરોમાં આ જગ્યાઓ માટે પડી છે જાહેરાત-
ઈસરોની આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 224 જગ્યાઓ ભરવામાં આવશે. તમે આને નીચે વિગતવાર જોઈ શકો છો.
વૈજ્ઞાનિક/એન્જિનિયર એસ.સી.- 3 જગ્યાઓ
વૈજ્ઞાનિક/એન્જિનિયર એસ.સી.- 2 જગ્યાઓ
ટેકનિકલ આસિસ્ટન્ટ – 55 જગ્યાઓ
વૈજ્ઞાનિક સહાયક- 6 જગ્યાઓ
પુસ્તકાલય મદદનીશ- 1 જગ્યા
ટેકનિશિયન- 142 જગ્યાઓ
ડ્રાફ્ટ્સમેન ફાયરમેન-A- 3 જગ્યાઓ
કૂક - 4 પોસ્ટ્સ
લાઇટ વ્હીકલ ડ્રાઇવર A- 6 જગ્યાઓ
હેવી વ્હીકલ ડ્રાઈવર A- 2 જગ્યાઓ


ઉંમર મર્યાદા અને ISROમાં અરજી કરવાની પાત્રતા-
ISROની આ જાહેરાત હેઠળ અરજી કરી રહેલા ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપેલી સંબંધિત લાયકાત અને વય મર્યાદા હોવી આવશ્યક છે. તમે આ માટે વેબસાઈટ પર જઈને જાહેરાત ચેક કરી શકો છો. 


જાણો કેટલો મળશે પગાર-
આ પદો માટે પસંદગી પામેલા ઉમેદવારોને અલગ-અલગ પગાર ધોરણ આપવામાં આવશે. તમે આ વિશે નીચે મુજબની પોસ્ટ જોઈ શકો છો.
વૈજ્ઞાનિક / એન્જિનિયર SC, વૈજ્ઞાનિક / એન્જિનિયર SC- રૂ. રૂ.56,100/- દર મહિને વત્તા ભથ્થાં
ટેકનિકલ આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લાયબ્રેરી આસિસ્ટન્ટ – રૂ. 44,900/ પ્રતિ માસ +  ભથ્થાં
ટેકનિશિયન, ડ્રાફ્ટ્સમેન ફાયરમેન- A- રૂ. 21,700/- પ્રતિ માસ +  ભથ્થાં
કૂક, લાઇટ વ્હીકલ ડ્રાઇવર A, હેવી વ્હીકલ ડ્રાઇવર A - રૂ. 19,900/- પ્રતિ માસ +ભથ્થાં