ITBP Recruitment 2023: ITBP માં નીકળી બંપર ભરતી, 10 પાસને મળશે 69,100 રૂપિયા માસિક પગાર
ITBP Recruitment 2023 Notification: ગૃહ મંત્રાલય હેઠળ ભારત-તિબ્બત સીમા પોલીસ બળ (ITBP) એ પોતાની અધિકૃત વેબસાઈટ પર કુલ 186 કોન્સ્ટેબલ (જનરલ ડ્યૂટી) જગ્યાઓ માટે અરજી મંગાવી છે.
ITBP Recruitment 2023 Notification: ગૃહ મંત્રાલય હેઠળ ભારત-તિબ્બત સીમા પોલીસ બળ (ITBP) એ પોતાની અધિકૃત વેબસાઈટ પર કુલ 186 કોન્સ્ટેબલ (જનરલ ડ્યૂટી) જગ્યાઓ માટે અરજી મંગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદો માટે અરજી કરી શકે છે અને પદો માટે પસંદગી પ્રક્રિયા હેઠળ ઓપન રેલીમાં સામેલ થઈ શકે છે.
10 ધોરણ પાસ શૈક્ષણિક યોગ્યતા સાથે 18થી 23 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવાર ITBP હેઠળ શરૂ કરાયેલી પ્રમુખ ભરતી અભિયાનમાં સામેલ થઈ શકે છે. આ પદો માટે પસંદગી પીઈટી/પીએસટી, ડોક્યૂમેન્ટ વેરિફિકેશન, બાયોમેટ્રિક ઓળખ અને ત્યારબાદ લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. નોટિફિકેશનમાં અપાયેલી વેકેન્સી સંબંધિત મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. તમે અહીં યોગ્યતા, અરજી પ્રક્રિયા, અને અન્ય તમામ માહિતી મેળવી શકશો.
ITBP Recruitment 2023: Important Dates
ઉમેદવારોને નોટિફિકેશનમાં ઉલ્લેખિત સ્થાન પર 5થી 8 ઓક્ટોબર 2023 સુધીમાં ઉપસ્થિત થવાનું રહેશે. તમારે નોટિફિકેશનમાં જણાવ્યાં મુજબ અરજીપત્ર સહિત તમામ ડોક્યુમેન્ટ લાવવાના રહેશે.
ITBP Recruitment 2023: Vacancy Details
આ ભરતી પ્રક્રિયાથી કુલ 186 જગ્યા ભરવાની છે.
ITBP Recruitment 2023: Educational Qualification
ઉમેદવારોએ કોઈ માન્યતા પ્રાપ્ત બોર્ડથી મેટ્રિક્યુલેશન કે 10 પાસ હોવું જરૂરી છે. તમને સલાહ આપવામાં આવે છે કે જગ્યાની શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી માટે નોટિફિકેશન જુઓ.
પગાર
આઈટીબીપી કોન્સ્ટેબલના પદ પર ઉમેદવારને પે લેવલ 3 મુજબ 21,700થી લઈને 69,100 રૂપિયા સુધી મહિને પગાર મળશે.
ITBP Recruitment 2023: Age Limit
ઉમેદવારની ઉંમર 01-08-2023 ના રોજ 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં. જ્યારે વધુમાં વધુ ઉંમર 23 વર્ષ રાખવામાં આવી છે. સરકારી નિયમો મુજબ ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે.
How to Apply for ITBP Recruitment 2023?
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારએ રજિસ્ટ્રેશન માટે 5 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર 2023 વચ્ચે કોઈ પણ દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પોતાના જિલ્લામાં ઉપસ્થિત થવાનું રહેશે. તમારે નોટિફિકેશનમાં અપાયેલી રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે અન્ય ડિટેલ સાથે અરજીપત્રક લાવવાનું રહેશે.