ITBP Constable Recruitment 2024 Registration Begins: આઈટીબીપીએ કોન્સ્ટેબલ/ટ્રેડસમેન પદો પર અરજી માટે રજીસ્ટ્રેશન લિંક ખોલી દીધી છે. તે ઉમેદવાર જે આ પદો માટે અરજી કરવા ઈચ્છે છે તે છેલ્લી તારીખ પહેલા જણાવવામાં આવેલા ફોર્મેટમાં ફોર્મ ભરી શકે છે. અરજી 20 જુલાઈથી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2024 છે. અરજી કરતા પહેલા દરેક જાણકારી મેળવી લો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલા પદો ભરાશે
આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી કુલ 51 પદ ભરવામાં આવશે. આ પદ કોન્સ્ટેબલ/ટ્રેડસમેન ના છે. તે માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકાય છે. અરજી કરવા માટે તમારે ઈન્ડો-તિબ્બતન બોર્ડર પોલીસની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. તમે itbpolice.nic.in.પર જઈને અરજી કરી શકો છો. 


આ વેબસાઇટથી ન માત્ર અરજી કરી શકો છો પરંતુ તેની વિદત પણ જાણી શકો છો અને આગળની માહિતી મેળવી શકો છો. 


કોણ કરી શકે છે અરજી
આ પદ માટે અરજી કરનાર વ્યક્તિએ કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાર કર્યું હોય આ સાથે સંબંધિટ ટ્રેડમાં આઈટીઆઈ ડિપ્લોમાં કર્યું હોય. આ પદ કોબલર અને ટેલર માટે છે. જો વય મર્યાદાની વાત કરીએ તો 18થી 23 વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે. સંબંધિત ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ હોય તો તમને પ્રાથમિકતા મળશે. 


આ પણ વાંચોઃ બેન્કમાં નોકરી કરવી હોય તો કરો અરજી, SBI માં 1040 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ


કઈ રીતે થશે પસંદગી
આ પદ પર ઉમેદવારની પસંદગી ઘણા લેવલની પરીક્ષા પાસ કર્યા બાદ થશે. તેમાં સૌથી પહેલા ફિઝિકલ મજરમેન્ટ ટેસ્ટ અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે. જે ઉમેદવાર તે પાસ કરશે તેને લેખિત પરીક્ષા માટે આમંત્રિત કરવામાં આવશે. લેખિત પરીક્ષા પાસ કરનાર પસંદગીના છેલ્લા રાઉન્ડ એટલે કે ડોકયુમેન્ટ્સ વેરિફિકેશન માટે જશે. બધા તબક્કા પાસ કરનાર ઉમેદવારની ફાઇનલ પસંદગી થશે. 


કેટલી છે ફી, કેટલો મળશે પગાર
આ પદ પર અરજી કરનાર જનરલ કેટેગરીના ઉમેદવારે 100 રૂપિયા ચાર્જ આપવો પડશે. તો અનામત વર્ગ માટે કોઈ અરજી ફી ભરવાની નથી. 


જ્યાં સુધી પગારની વાત કરીએ તો જે ઉમેદવાર દરેક તબક્કાની પરીક્ષા પાસ કરી લેશે તેની પસંદગી થયા બાદ દર મહિને 21700 રૂપિયાથી લઈને 69100 રૂપિયા સુધીનો પગાર મળશે.