મધ્ય પ્રદેશ: આજનો સમય મલ્ટી ટાસ્કિંગ એટલે વિવિધતાપૂર્ણ ખેતીનો છે. ખેડૂતોની આવકને બમણી કરવા માટે પાકમાં વિવિધતા અપનાવવા માટે સરકાર પણ પ્રેરિત કરતી રહે છે. મધ્ય પ્રદેશના ખેડૂતો પણ ઝડપથી મિશ્રિત અને અંતરવર્તીય ખેતી અપનાવી રહ્યા છે. તેમાંથી એક છે સિવની જિલ્લાના લખનવાડા વિકાસખંડના ખેડૂત સત્યપાલ બઘેલ. જેમની પાસે કુલ 4.5 એકર જમીન છે. જેમાં સત્યપાલે પાકમાં વિવિધીકરણની પ્રક્રિયા અપનાવી. 2.5 એકર ખેતરમાં કાબુલી ચણાની ખેતી થઈ રહી છે. આ કોઈ સામાન્ય કાબુલી ચણા નથી. પરંતુ આકારમાં મોટા, રંગમાં સફેદ અને બહારથી ચીકણા હોય છે. તે પૂસા-3022 પ્રકારના કાબુલી ચણા છે. જેના બીજ ખેડૂત સત્યપાલે દિલ્લીથી મંગાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવીન ખેતીથી હજારોની કમાણી:
ખેડૂત સત્યપાલ પાસે જમીન ઓછી છે.  પરંતુ તેના પર સ્માર્ટ ખેતી કરીને તેમણે સારા પૈસા મળી શકે તેવું શાનદાર પ્લાનિંગ કર્યુ છે. જોકે ચણાને સીધી રીતે વાવવાની જગ્યાએ ખેતીમાં બેડ મેકરથી 5 ફૂટ પહોળી બેડ બનાવી હોય. તેના પછી નવીન કૃષિ યંત્ર ન્યૂમેટક પ્લાન્ટથી 2 લાઈનમાં ચણાનું વાવેતર થાય છે.  તેની વચ્ચે લાઈનથી લાઈનનું અંતર 1.5 ફૂટ રાખવામાં આવે છે. જેનાથી પાકનું મેનેજમેન્ટ કરવું સરળ બની ગયું છે. ખેડૂત સત્યપાલ બઘેલ હવે કૃષિ વિભાગના અધિકારીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોની વચ્ચે પણ ઘણા લોકપ્રિય થઈ ગયા છે. તેમના ખેતર પર અનેક અધિકારી અવલોકન માટે પહોંચી રહ્યા છે. 


1 એકરમાં 96,000 રૂપિયાની કમાણી કરી:
જ્યારે ખેડૂત સત્યપાલ બઘેલના ખેતર પર કૃષિ વિભાગના અધિકારી અને વૈજ્ઞાનિક પહોંચ્યા તો તેમણે જોયું કે તે 1 એકરમાંથી 13થી 14 ક્વિન્ટલ ચણાનું ઉત્પાદન કરે છે. જેને ઈન્દોર માર્કેટમાં વેચવા પર 96,000 રૂપિયાની આવક થાય છે. જેમાં ખેતીના ખર્ચને દૂર કરી દઈએ તો સત્યપાલ સિંહને ચોખ્ખી 85,000ની ચોખ્ખી આવક થશે. સારી વાત એ છે કે ચણાની ખેતી પહેલાં સત્યપાલ સિંહે ખરીફ મકાઈની ખેતી કરી હતી. જેના મૂળિયાને સળગાવવાની જગ્યાએ મલ્ચરની સહાયતાથી માટીમાં મિક્સ કરી દીધા હતા. આ રીતે માટીમાં જૈવિક કાર્બનની માત્રા વધી ગઈ અને પાકનું બમ્પર ઉત્પાદન થવા લાગ્યું. 


પાકના નવીનીકરણથી શાકભાજીની ખેતી:
4.5 એકરમાં હજારોની કમાણીનું મોડલ કંઈ બીજું નહીં પરંતુ પાકનું વિવિધિકરણ છે. સત્યપાલ બઘેલ ચણાની ખેતીની સાથે સાથે ટામેટા, બટાકા અને લસણની ખેતી પણ કરે છે. પાકમાં વિવિધિકરણના કારણે સત્યપાલને મદદ મળી રહી છે. સત્યપાલ બઘેલનો જુસ્સો બીજા ખેડૂતોને પ્રેરિત  કરી રહ્યો છે. આ ખેડૂતોની આવક બેગણી કરવાનું શાનદાર મોડલ છે.