35000 રૂપિયાથી વધુ પગાર જોઈએ છે? તો ફટાફટ અહીં કરો અરજી, આ `સરકારી નોકરી`માં પરીક્ષા વગર પસંદગી
RITES Recruitment 2024 Notification: જો તમે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યા છો અને સરકારી નોકરીની શોધમાં હોવ તો રાઈટ્સ લિમિટેડમાં નોકરી મેળવવાની સારી તક છે. આ માટે રાઈટ્સે સાઈટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર (ફાઈનાન્સ)ના પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે
RITES Recruitment 2024 Notification: જો તમે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યા છો અને સરકારી નોકરીની શોધમાં હોવ તો રાઈટ્સ લિમિટેડમાં નોકરી મેળવવાની સારી તક છે. આ માટે રાઈટ્સે સાઈટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર (ફાઈનાન્સ)ના પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. જે ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છુક હોય તેઓ અધિકૃત વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. રાઈટ્સ ભરતી દ્વારા આ પદો પર અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
રાઈટ્સ લિમિટેડની આ ભરતી હેઠળ કુલ 32 જગ્યા ભરવામાં આવશે. જો તમે પણ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોવ તો ગ્રેજ્યુએટ હોવાની સાથે સાથે નીચે દર્શાવેલી યોગ્યતા પૂર્ણ કરવી પડશે.
વય મર્યાદા
અધિકૃત નોટિફિકેશન મુજબ જે પણ ઉમેદવાર આ પદો માટે અરજી કરવા માંગતા હોય તેમની ઉંમર મર્યાદા ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખના રોજ 55 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
રાઈટ્સમાં પગાર
રાઈટ્સ ભરતી 2024 માટે જે ઉમેદવારોની પસંદગી થશે તેમને પગાર ત રીકે 35304 રૂપિયા સુધી માસિક પગાર આપવામાં આવશે.
ફોર્મ ભરવા માટે લાયકાત
જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેમની પાસે અધિકૃત નોટિફિકેશન મુજબ સંબધિત યોગ્યતા હોવી જરૂરી છે. ત્યારે તેઓ આ જગ્યાઓ માટે અરજી કરી શકશે. વધુ વિગતો માટે www.rites.com સાઈટ પર જઈને ચેક કરી લો.
આ રીતે થશે સિલેક્શન
અધિકૃત નોટિફિકેશન મુજબ જે પણ આ પદો માટે અરજી કરી રહ્યા હોય તેમની પસંદગી ઈન્ટરવ્યુના આધારે થશે. વોક ઈન ઈન્ટરવ્યુ પહેલા આવો પહેલા મેળવોના આધાર પર 12-04-2024,15-04-2024 અને 16-04-2024ના રોજ આયોજિત કરવામાં આવશે.
Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube