BSNLમાં 40 એપ્રેન્ટિસ ટ્રેની પોસ્ટ પર નોકરીની તક, આવી રીતે કરો Apply
BSNL Recruitment 2023: ભારત સંચાર નિગમ લિમિટેડમાં ઘણા એપ્રેન્ટિસ પદો પર નોકરીની તક છે. જે માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. BSNL 40 એપ્રેન્ટિસ ટ્રેની પદ પર ભરતી માટે આવેદન પત્ર મંગાવ્યા છે. જે પણ ઉમેદવાર પોતાને આ પદ માટે યોગ્ય માને છે તે BSNLની આધિકારિક વેબસાઈટ પર જઈને આ રીતે આવેદન કરી શકે છે.
BSNL Recruitment 2023: હરિયાણા સર્કલમાં ભારત સંચાર નિગમ લિમિટેડમાં ઘણા એપ્રેન્ટિસ પદો પર નોકરીની તક છે. જે માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. BSNL 40 એપ્રેન્ટિસ ટ્રેની પદ પર ભરતી માટે આવેદન પત્ર મંગાવ્યા છે. જે પણ ઉમેદવાર પોતાને આ પદ માટે યોગ્ય માને છે તે BSNLની આધિકારિક વેબસાઈટ haryana.bsnl.co.in પર જઈને આવેદન કરી શકો છો. BSNLમાં આ ભરતી એક વર્ષ માટે કોન્ટ્રાક્ટના ધોરણે થશે. ઉમેદવારો આ પદ માટે 15 એપ્રિલ 2023 પહેલા પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે.
આ પણ વાંચો:
રેલ્વેની મોટી ભેટ, ટિકિટ લીધા વિના પણ ટ્રેનમાં થશે મુસાફરી
SBI Recruitment 2023: એસબીઆઇમાં ઢગલાબંધ વેકેન્સી, તમે એપ્લાય કર્યું કે નહી
Jobs: ભારતમાં ઊંચા પગારવાળી 45,000થી વધુ નોકરીઓની તક, જાણો શું કામ કરવાનું
BSNLની ભરતી માટે યોગ્યતા
કોઈપણ માન્ય સંસ્થામાંથી સત્તાવાર સૂચના મુજબ ઉમેદવારોએ સંબંધિત વિષયમાં સ્નાતક (ટેકનિકલ/નોન-ટેકનિકલ) અથવા ડિપ્લોમા હોવો આવશ્યક છે.
મહત્વની તારીખો
ઓનલાઈન આવેદન કરવાની શરૂઆત- 24 માર્ચ
ઓનલાઈન આવેદન કરવાની છેલ્લી તારીખ- 15 એપ્રિલ
આવી રીતે થશે પસંદગી
કોઈપણ BSNL બિઝનેસ ક્ષેત્રમાં ઉમેદવાર આવેદન કરી શકશે. જો કે, પસંદગી માટેની પ્રાધાન્યતા તે બિઝનેસ એરિયા (BA) હેઠળ રહેશે. પસંદગીના માપદંડ અંતિમ ટકાવારી અથવા ઉમેદવાર દ્વારા મેળવેલા ગુણના મેરિટ હેઠળ થશે. પસંદગી પામેલા ઉમેદવારોને દસ્તાવેજોની ચકાસણી અંગે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. જો ઉમેદવારે અરજી કરી હોય તો એપ્રેન્ટિસની પસંદગીમાં સામેલ કરવામાં આવશે.