તૈયાર રાખો તમારો બાયોડેટા, ભારતમાં મળશે અમેરિકા-ચીનથી વધુ નોકરી, 30% કંપનીઓ ટૂંક સમયમાં કરશે ભરતી
Job Opportunity : નોકરી શોધી રહેલા યુવાઓ માટે સારા સમાચાર છે. ગ્લોબલ લેવલ પર કરવામાં આવેલા એક સર્વેમાં ખુલાસો થયો છે કે ભારત નોકરીઓ ઉભી કરવાના મામલે છઠ્ઠા સ્થાને પહોંચી શકે છે. આવનારા ક્વાર્ટરમાં 30 ટકા કંપનીો હાયરિંગ કરવાનો પ્લાન બનાવી રહી છે.
નવી દિલ્હીઃ નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. બધા પોત-પોતાનું રિઝ્યુમ અપડેટ કરી તૈયાર રાખો કારણ કે જલ્દી દેશમાં નોકરીઓનું પૂર આવવાનું છે. વર્કફોર્સ સોલ્યુશન્સ કંપની મેનપાવરગ્રુપે ગ્લોબલ લેવલ પર કરેલા એક સર્વે બાદ ખુલાસો થયો છે કે ભારતમાં ચીન અને અમેરિકાના મુકાબલે ઘણી નોકરીઓ ઉભી થવાની છે. એટલું જ નહીં આવનારા સમયમાં ભરતીઓના મામલામાં ભારત દુનિયામાં છઠ્ઠા સ્થાને પહોંચી શકે છે. સર્વેમાં કહેવામાં આવ્યું કે આગામી ક્વાર્ટર રોજગારીના મોર્ચા પર ખુબ સારૂ સાબિત થવાનું છે.
મેનપારવગ્રુપના સર્વેમાં કહેવામાં આવ્યું કે ભારત 2024ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે પોતાના રોજગાર પરિદ્રશ્યના મામલામાં વૈશ્વિક સ્તર પર છઠ્ઠા સ્થાને છે. દેશમાં 30 ટકા કંપનીઓ આગામી ત્રણ મહિનામાં પોતાના કર્મચારીઓની સંખ્યા વધારવાની યોજના બનાવી રહી છે. આ દ્રષ્ટિએ જોવામાં આવે તો અત્યારે દેશમાં 16.6 લાખ કંપનીઓ રજીસ્ટ્રેડ છે અને તેના 30 ટકા 4.98 લાખ થશે. તેનો મતલબ છે કે આ બધી કંપનીઓ એક્ટિવ છે તો આશરે 5 લાખ ભરતી થઈ શકે છે.
આ પણ વાંચો- આ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તક
રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણકારોનો રસ વધ્યો
મેનપાવરગ્રુપ એમ્પ્લોયમેન્ટ આઉટલુક સર્વેની તાજેતરની આવૃત્તિએ ભારતમાં 3,150 નોકરીદાતાઓને તેમના ત્રીજા ક્વાર્ટરમાં ભરતીના હેતુઓ વિશે પૂછ્યું હતું. મેનપાવરગ્રુપના ભારત તથા પશ્ચિમ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ ગુલાટીએ કહ્યું- વૈશ્વિક મંદીની અસર ભારતના આઈટી ક્ષેત્ર પર ઘણા સમયથી પડી રહી છે. આ સર્વેમાં આંકડા એકત્રિત કરવા સમયે લોકસભા ચૂંટણીને કારણે દેશમાં રાજકીય અનિશ્ચિતતાનો માહોલ બનેલો હતો અને સ્પષ્ટ રૂપથી એમ્પ્લોયરો તેમના ટૂંકા ગાળાના સંસાધન આયોજનમાં સાવચેત હતા. પરંતુ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઈન્વેસ્ટરોનો રસ વધ્યો છે અને આવાસીય ક્ષેત્રમાં 1.1 અબજ અમેરિકી ડોલરનો મૂડી પ્રવાહ થયો છે.
ઉત્તર ભારતમાં સૌથી વધુ સંભાવના
કુલ મળી ઉત્તર ભારતમાં નિમણૂંકની સંભાવના સૌથી વધુ 36 ટકા રહી. ત્યારબાદ પશ્ચિમમાં 31 ટકા, દક્ષિણમાં 30 ટકા અને પૂર્વમાં 21 ટકા એમ્પ્લોયરોએ ભરતી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સામાન્ય ધારણાથી વિપરીત આશરે 68 ટકા એમ્પ્લોયરો આગામી બે વર્ષમાં કૃત્રિમ બુદ્ધિ (એઆઈ) અને મશીન લર્નિંગને અપનાવવાને કારણે કર્મચારીઓની સંખ્યા વધારવાની યોજના બનાવી રહી છે. તેનું નેતૃત્વ સંચાર સેવા ક્ષેત્ર, નાણા, રિયલ એસ્ટેટ, ઉદ્યોગ તથા સામગ્રી તથા માહિતી પ્રસારણ ક્ષેત્ર કરશે.