PF Withdarw: પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકોને સમય સમય પર સારા ગ્રોથ માટે નોકરી બદલવી પડે છે. નોકરી બદલવાથી પોસ્ટ અને ઈન્કમ, બંનેમાં ફાયદો થાય છે. કેટલાક લોકો આવા સમયમાં જ્યારે નવી જૉબ જોઈન કરે છે ત્યારે જૂની કંપનીમાંથી મેળવેલા EPF, (એમ્પલોઈ પ્રોવિડેન્ટ ફંડ) ઉપાડી લે છે. પરંતુ એક્સપર્ટ્સનું એવુ કહેવું છે કે જોબ બદલ્યા પછી પીએફની રકમ ઉપાડવી ના જોઈએ. આ રકમને ટ્રાન્સફર કરી લેવી જોઈએ. તો ચાલો જાણીએ પીએફની રકમ કેમ કાઢવી ના જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૉબ બદલ્યા પછી પણ સેવ રાખો પીએફની રકમ-
પ્રાઈવેટ સેક્ટરમાં ગ્રોથ માટે નોકરી બદલવી પડે છે. આ વિષય પર એક્સપર્ટ્સનું એવુ કહેવું છે કે જૉબ બદલવી ખોટી વાત નથી પણ જૉબ બદલ્યા પછી EPF ઉપાડી લેવું તે એક ખોટો નિર્ણય હોઈ શકે છે.


ટ્રાન્સફર કરાવો રૂપિયા-
જૉબ બદલ્યા પછી રૂપિયા ઉપાડવા કરતા તેને ટ્રાન્સફર કરાવવા જોઈએ. આપ આપની EPF અને EPS(એમ્પલોઈઝ પેન્શન સ્કિમ)ની રકમ નવા EPF અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવો. તેનાથી આપને મળનારા ફાયદાઓને કોઈ અસર નહીં થાય. સાથે જ આપ એક મોટી રકમ ઉઠાવી શક્શો.


ટેક્સ બેનિફિટ્સ પૂરા થઈ જશે-
પીએફના રૂપિયા પહેલા કાઢવાથી સૌથી મોટુ નુકસાન એ છે કે જો તમે 5 વર્ષ સુધીનું કોન્ટ્રીબ્યૂશન પૂરુ થાય તે પહેલા EPFના બધા જ રૂપિયા ઉપાડો છો તો આપને મળતો ટેક્સ બેનિફિટ પૂરો થઈ જશે. એટલે કે EPFમાં કોન્ટ્રીબ્યૂશન પર ઈન્કમટેક્સ સેક્શન 80C અંતર્ગત જે ટેક્સમાં છૂટ મળે છે, તે નહીં મળે. બીજી તરફ આપ પીએફ ખાતામાં જમા રાશિને એક પીએફ અકાઉન્ટથી બીજા પીએફ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો તો તમને આ ફાયદો મળતો રહેશે.


પીએફના ફાયદા-
EPFOના નિયમ અનુસાર, જો કોઈ EPS મેમ્બર  10 વર્ષનું કોન્ટ્રીબ્યૂશન પૂરુ કરી લે છે તો 58 વર્ષની ઉંમર પછી તેને પેન્શન મળે છે. જો કોઈ કર્મચારી 58 વર્ષની ઉંમર પહેલા રિટાયર થાય છે તો અને તેના EPSમાં 10 વર્ષનું કોન્ટ્રીબ્યૂશન છે તો તેને પણ પેન્શન મળે છે. એનો મતલબ એ થયો કે EPSમાં 10 વર્ષનું કોન્ટ્રીબ્યૂશન અનિવાર્ય છે.


આવી રીતો કરો કેલ્ક્યૂલેશન-
જો તમે પણ EPFOના પેન્શનનું કેલ્ક્યૂલેશન કરવા ઈચ્છો છો તો આ ફોર્મ્યૂલાને ફોલો કરો.
મંથલી પેન્શન= (સેલેરીમાં પેન્શનનો ભાગ*નોકરીના વર્ષ)/70
જે લોકોએ 16 નવેમ્બર 1995 પછી નોકરી જોઈન કરી છે, તેમના માટે પેન્શનેબલ સેલેરી EPS કોન્ટ્રીબ્યૂશન બંધ કરતા પહેલાના 60 મહિનાની એવરેજ રહેશે. હાલ મેક્સિમમ પેન્શનેબલ સેલેરી 15000 રૂપિયા મહિને છે. તો કેલ્ક્યૂલેશન સમયે જોઈનીંગનું ખાસ ધ્યાન રાખો.


કોને મળે છે પેન્શન-
પેન્શન એ જ લોકોને મળી શકે છે, જે EPS એટલે (એમ્પલોઈઝ પેન્શન સ્કિમ) 1995માં 16 નવેમ્બર 1995 કે પછી તેના પહેલા સામેલ  થયા હશે. સાથે જ કર્મચારીને EPS અકાઉન્ટમાં કમ સે કમ 10 વર્ષ સુધી સેલેરીનો થોડો ભાગ આપવો પડશે.