SAI Recruitment 2024: શું તમે પણ લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈને તૈયારીઓ કરી રહ્યાં છો? જો તમારો જવાબ હાં છે, તો બસ હવે તમારી તપસ્યા પુરી થવા આવી છે. SAI એટલેકે, Sports Authority of India માં થવા જઈ રહી છે ઉંચા પગારમાં ભરતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. તમે પણ સમય બગાડવાને બદલે તાત્કાલિક અરજી કરી દો. મેળ પડી જશે તો બની જશે લાઈફ. સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ કેટલીક ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે SAI માં કામ કરવા માંગતા હોવ તો અહીં જાણી લેજો અરજીની વિગતો. જાણો કેટલો છે પગાર, શું છે લાયકાત અને કેટલી વય મર્યાદા સુધીના ઉમેદવાર કરી શકે છે નોકરી માટે અરજી. SAI એ લીડ (સંશોધન) ની જગ્યાઓ માટે ખાલી જગ્યા જાહેર કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઇટ sportsauthorityofindia.nic.in દ્વારા અરજી કરી શકે છે. SAI (Sports Authority of India) ની આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.


વય મર્યાદાઃ
ભરતી માટે જારી કરાયેલ સત્તાવાર સૂચના અનુસાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં આ ભરતી માટે અરજદારોની મહત્તમ વય મર્યાદા 32 વર્ષ નક્કી કરવામાં આવી છે.


જરૂરી લાયકાત:
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે. ઉમેદવારોને અરજી કરતા પહેલા ભરતીની સૂચના વાંચવાની સલાહ આપવામાં આવે છે.


આ રીતે થશે સિલેક્શન:
ભરતીની સૂચના અનુસાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુના આધારે થશે. આ ભરતી કોન્ટ્રાક્ટ આધારે કરવામાં આવી રહી છે, જેનો સમયગાળો બે વર્ષનો છે. ASI હેડ ઓફિસ માટે, આ સમયગાળો વધુ 5 વર્ષ સુધી વધારી શકાય છે.


કેટલો હશે પગાર?
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં લીડ (સંશોધન)ના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને પગાર તરીકે રૂ. 60,000 આપવામાં આવશે.


અરજી કરવાની છેલ્લી તારીખઃ
જો તમે પણ SAI માં લીડ (સંશોધન) તરીકે કામ કરવા માંગો છો, તો તમે આ પોસ્ટ્સ માટે 20 એપ્રિલ 2024 સુધી અરજી કરી શકો છો.