ઝી બ્યૂરો, અમદાવાદઃ સુરત અને ભાવનગર પાલિકામાં ભરતી પછી રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી કરવામાં આવી છે. કોરોનાના કપરા સમયમાં રાજકોટ મહાનગરપાલિકા જૂનિયર કલાર્કના પદ માટે ભરતી કરાઈ. ગુજરાતમાં કોરોના મહામારીના કારણે રોજગારીમાં ઘટાડો થયો છે. અને તેના કારણે મહાનગરપાલિકામાં 122 પદ માટે ભરતી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૈક્ષણિક લાયકાત 
ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિર્વસિટીમાંથી સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ. ઉમેદવાર જે વિધાશાખામાંથી પદવી મેળવેલી છે તેના છેલ્લા વર્ષમાં 50%થી વધુ ગુણ વારા ઉમેદવાર અરજી કરી શકશે. ઉમેદવાર તે કોમ્યુટરનું નોલેજ ધરાવતો હોવો જોઈએ.

Jobs: 12 પાસ યુવાનો માટે વાયુ સેનામાં જોડાવવાની ઉત્તમ તક, જાણો આ રહી માહિતી

વય મર્યાદા
18 વર્ષથી 30 વર્ષ સુધીના ઉમેદવારની વયના ઉમેદવાર અરજી કરી શકશે. SC અને ST ઉમેદવાર માટે 5 વર્ષ ની ઉંમર ની છૂટ આપવામાં આવી. OBC ઉમેરવાર માટે પણ 5 વર્ષની છૂટ આપવામાં આવશે. મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટ આપવામાં આવશે.

ઉમેદવારની પસંદગી પ્રકિયા
ઉમેદવારની પસંદગી પ્રકિયા સ્પર્ધાત્મક પરિક્ષાના આધારે કરવામાં આવશે. ઉમેદવારને રાજકોટ મહાનગરપાલિકાની વેબ સાઇટ http://www.rmc.gov.in પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે.


ITI અથવા ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે સુવર્ણ તક, કેન્દ્ર સરકારના આ વિભાગમાં આવી ભરતી


પગાર ધોરણ
ઉમેદવારને પહેલા 5 વર્ષ માટે ૧૯૯૫૦ રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે.અને ત્યારબાદ ઉમેદવારની કામગીરીના આધારે સાતમા પગાર પંચને ધ્યાનમાં રાખીને 63 હજાર સુધી કરવામાં આવશે.


પરીક્ષા ફી
બિનઅનામત ઉમેદવાર માટે 500 રૂપિયા ફી ભરવાની રહેશે. અન્ય કેટેગરીની મહિલા ઉમેદવારને 250 રૂપિયા ભરવાના રહેશે. ઉમેદવારને રાજકોટ મહાનગરપાલિકાની સતાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન ફી જમા કરાવાની રહેશે.


નોંધઃ
ઉમેદવારને એક વાર ફી ભર્યા પછી પરત કરવામાં આવશે નહિં. જાહેરાત કર્યા પછી વેબસાઈટ પર પરિક્ષાની તારીખ દર્શાવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube