10માં ધોરણ બાદ સીધા બનો એન્જિનિયર, પોલિટેક્નિક ચમકાવી શકે છે તમારી કરિયર...
પોલિટેક્નિક કર્યા બાદ તમને તરત સારી નોકરી મળી શકે છે. કારણ કે કંપનીઓમાં હંમેશા એવા યુવાનોની જરૂર હોય છે, જેમને તેઓ પોતાના હિસાબથી શિખવી શકે. કોલેજ પાસ યુવાનો પાસે કોઈ અનુભવ નથી હોતો. બે-ચાર મહિનાની ઈન્ટર્નશિપમાં કામ શીખવું સંભવ નથી હોતું. એમાં પણ બીટેક અને ડિપ્લોમા પાસ યુવાનની ઉંમરમાં ફેર હોય છે.
નવી દિલ્હીઃ જો તમે એન્જિનિયર બનવા માંગો છો કે કોર્પોરેટમાં કરિયર બનાવવા માંગો છો તો બીએ, બીએસી કે બીટેકની રાહ કેમ જોવી? આ માટે 10માં ધોરણ બાદ જ તમને તક મળી શકે છે. બસ, પોલિટેક્નિકમાં એડમિશન લો અને જીવનમાં આગળ વધો. જેનાથી તમારો સમય બચશે અને ભવિષ્ય પણ સારું થશે. પોલિટેક્નિક આવા વિદ્યાર્થીઓ માટે સારી તક છે. દેશના દરેક રાજ્યમાં સરકારી અને પ્રાઈવેટ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં પોલિટેક્નિક સંસ્થાઓ છે. જ્યાં એડમિશન લઈને તમે તમારું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો. 3 વર્ષનો આ કોર્સ સરકારી એકમોમાં સીધા તમને જુનિયર એન્જિનિયર બનાવે છે. દેશમાં ખુલતી કંપનીઓમાં પોલિટેક્નિક પાસ યુવાનોનું સ્વાગત કરવામાં આવે છે. ઘણીવાર બી ટેક અને પોલિટેક્નિક વાળા એકસાથે નોકરી કરતા જોવા મળે છે.
તરત મળી શકે નોકરી-
પોલિટેક્નિક કર્યા બાદ તમને તરત સારી નોકરી મળી શકે છે. કારણ કે કંપનીઓમાં હંમેશા એવા યુવાનોની જરૂર હોય છે, જેમને તેઓ પોતાના હિસાબથી શિખવી શકે. કોલેજ પાસ યુવાનો પાસે કોઈ અનુભવ નથી હોતો. બે-ચાર મહિનાની ઈન્ટર્નશિપમાં કામ શીખવું સંભવ નથી હોતું. એમાં પણ બીટેક અને ડિપ્લોમા પાસ યુવાનની ઉંમરમાં ફેર હોય છે. પરંતુ કામનો અનુભવ કોઈ પાસે નથી હોતું. એમાં પણ ઓછી ઉંમર ધરાવતા યુવાનો જલ્દીથી કામ શીખી શકે છે. અને જો તમારે આગળ ભણવું છે તો બીટેક સેકંડ ઈયરમાં સીધું એડમિશન મળ્યું છે. બીટેકમાં એ તમામ કોર્સ ઉપલબ્ધ છે જે પોલિટેક્નિકમાં છે. અને યૂપી-બિહાર જેવા રાજ્યોના યુવાનો સરકાર નોકરીઓમાં સીધા જૂનિયર એન્જિનિયર બનવાના અવસરો મેળવી શકે છે.
આ ક્ષેત્રમાં કરી શકો છો-
દેશના અલગ અલગ રાજ્યોમાં પોલિટેક્નિક અલગ-અલગ વિષયો સાથે થઈ શકે છે. જેમાંથી કેટલાક નીચે પ્રમાણે છે.
ટૂરિઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ
એડવર્ટાઈઝિંગ એન્ડ પબ્લિક રિલેશન
માર્કેટિંગ એન્ડ સેલ્સ મેનેજમેન્ટ
વેબ ડિઝાઈનિંગ
કમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ
ડેટા સાઈન્સ એન્ડ મશીન લર્નિંગ
ડ્રોન ટેક્નોલોજી
ઈન્ટરનેટ ઓફ થિંગ્સ
ફાર્મસી
એરક્રાફ્ટ મેઈટેનન્સ એન્જિનિયરિંગ
કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ
ન્યૂ એનર્જી
આઈટી
કેવી રીતે લઈ શકો એડમિશન?
પોલિટેક્નિકમાં એડમિશન માટે દરેક રાજ્યની પ્રક્રિયા અલગ હોય છો. મોટાભાગમાં આ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. મોટા ભાગે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ફોર્મ ભરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ 10માંની પરીક્ષા આપવા જઈ રહ્યા છે અથવા તો 10માની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તેઓ પ્રવેશ માટે ફોર્મ ભરવાની યોગ્યતા રાખે છે. પ્રવેશ પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ મેરિટના આધાર પર કોર્સ અને સંસ્થા નક્કી કરી શકાય છે.