Union Bank of India LBO Recruitment 2024: યૂનિયન બેંક ઓફ ઈન્ડિયામાં બંપર ભરતીઓ નીકળી છે, જેના માટે અરજી પ્રક્રિયા શરૂ છે. ટૂંક સમયમાં આ ભરતી માટે રજિસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવશે. એવા ઉમેદવાર જે યૂનિયન બેંકમાં કામ કરવાની ઈચ્છા રાખે છે, તેમણે ફટાફટ આ નોકરી માટે અરજી કરી નાંખવી જોઈએ. યૂનિયન બેંકે લોકલ બેંક ઓફિસરના પદો પર અરજીઓ મંગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર બેંકની ઓફિશિયલ વેબસાઈટ unionbankofindia.co.in પર જઈને અરજી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજીની છેલ્લી તારીખ
યૂનિયન બેંકમાં લોકલ બેંક ઓફિસરની ભરતી માટે ઉમેદવાર 13 નવેમ્બર 2024 સુધી અરજી ફોર્મ ભરી શકે છે. એવામાં ઉમેદવારે ફટાફટ અરજી મોકલી દેવી પડશે, કારણ કે તેના માટે થોડાક જ દિવસો બાકી છે.


વેકેન્સી ડિટેલ્સ 
યૂનિયન બેંકમાં લોકલ બેંક ઓફિસરની 1500 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાં જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 613 પદ, એસટી માટે 224 પદ, એસસી માટે 109 પદ, ઓબીસી માટે 404 પદ અને ઈડબ્લ્યૂએસ 150 જગ્યાઓ સામેલ છે.


રાજ્યવાર ભરતીઓ
આંધ્રપ્રદેશમાં 200 જગ્યા, અસમમાં 50, ગુજરાતમાં 200, કર્ણાટકમાં 300, કેરળમાં 100, મહારાષ્ટ્રમાં 50, ઓડિશામાં 100, તમિલનાડુમાં 200, તેલંગાણામાં 200 અને પશ્ચિમ બંગાળમાં 100 પદ પર ભરતીઓ કરવામાં આવશે.


ઉંમર મર્યાદા
યૂનિયનબેંક એલબીઓ ભરતી 2024 માટે 20થી 30 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે. જોકે, આરક્ષિત શ્રેણીના ઉમેદવારો માટે ઉપરી ઉંમરમાં નિયમાનુસાર છૂટ આપવામાં આવશે. ઉંમરની ગણના 1 ઓક્ટોબર 2024ને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.


જરૂરી યોગ્યતા
આ ભરતીમાં ભાગ લેવા માટે અભ્યર્થીએ કોઈ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય/સંસ્થાનમાંથી કોઈ પણ સ્ટ્રીમમાં ફૂલ ટાઈમ બેચરલ ડિગ્રી હાંસિલ કરેલી હોવી જોઈએ.


અરજી ફી
આ જગ્યાઓ માટે અરજી કરનાર જનરલ, ઈડબ્લ્યૂએસ અને ઓબીસીના ઉમેદવારને અરજી ફી તરીકે 850 રૂપિયા આપવાના રહેશે, જ્યારે એસસી/એસટી અને પીડબ્લ્યૂબીડી ઉમેદવારોને 175 રૂપિયા અરજી ફી તરીકે ચૂકવવાના રહેશે. 


આવી રીતે કરો આ જગ્યા માટે એપ્લાય


  • સૌથી પહેલા બેંકની ઓફિશિયલ વેબસાઈટ unionbankofindia.co.in પર જાઓ.

  • વેબસાઇટના મુખ્ય પેજ પર ભરતી પર ગયા પછી વર્તમાન ભરતી વિભાગ પર ક્લિક કરો.

  • હવે નવા પેજ પર 'Click Here For Apply' લિંક પર ક્લિક કરો.

  • ત્યારબાદ નવા પોર્ટલ પર 'Click here for New Registration' લિંક પર ક્લિક કરો અને વિગતો ભરો.

  • રજિસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારોએ અન્ય વિગતો, હસ્તાક્ષર, ફોટોગ્રાફ અપલોડ કરવો પડશે.

  • શ્રેણી મુજબ નિયત અરજી ફી ચૂકવો.

  • હવે ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.