Higher Education વિના પણ તમે કરી શકો છો સારી નોકરી, આ ફીલ્ડમા બનાવો કરિયર
Best Career Options: જરૂરી નથી કે માત્ર ડિગ્રીથી જ સારી નોકરી અથવા સારુ કરીયર બની શકે. તમે ડીગ્રી વિના પણ મોટી કમાણી કરી શકો છો. અહીં જાણો આ કરીયર ઓપ્શન્સ વિશે...
Jobs Without Higher Education: આજકાલ દરેક વ્યક્તિ બેસ્ટ નોકરી કરવા માંગે છે, જેના માટે લોકો ડિગ્રી લેવામાં માને છે. બીજી બાજુ, જો તમને ઉચ્ચ શિક્ષણ કરવામાં કોઈ રસ નથી, તો તમે તેના વિના પણ સારા પૈસા કમાઈ શકો છો. તમારી પાસે મોટી ડિગ્રી વિના પણ પૈસા કમાવવાના ઘણા વિકલ્પો છે. અહીં જાણો આ કરીયર ઓપ્શન વિશે..
મોડલિંગ
જો તમારી પર્સનાલીટી સારી હોય તો તમે મોડલિંગની ફીલ્ડમા જઈ શકો છો. આ માટે તમારી પાસે શૈક્ષણિક લાયકાત નહીં પણ ટેલેન્ટ હોવો જરૂરી છે. જો કે, ડિગ્રી હોવી પણ વધુ સારી વાત છે. આ ક્ષેત્રમાં પૈસા પણ ખૂબ છે.
ફિટનેસ અથવા જિમ ટ્રેનર
આજકાલ આ ક્ષેત્રમાં ઘણા વિકલ્પો છે. તમે કરીયર ઓપ્શન તરીકે ફિટનેસ ટ્રેનર, જિમ ટ્રેનર, યોગ ટીચર, એરોબિક્સ ટીચર અથવા ઝુમ્બા એક્સપર્ટમાંથી કંઈપણ પસંદ કરી શકો છો.
કોરિયોગ્રાફર
તમે આ ક્ષેત્રમાં ઘણું આગળ વધી શકો છો. તમારી કમાણી આમાં ક્યારેય અટકશે નહીં. જો તમને આમાં રસ છે, તો તમે ડાન્સ ક્લાસ શરુ કરીને પણ ઘણા પૈસા કમાઈ શકો છો.
ફોટોગ્રાફી
જો તમે ફોટોગ્રાફીના શોખીન છો તો તમે આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકો છો. ફોટોગ્રાફરોની માંગ હંમેશા રહે છે. તે જ સમયે, તમે ફોટો સ્ટુડિયો પણ શરુ કરી શકો છો.
કરીયર ઓપશન્સ
આ સિવાય અન્ય ઘણા ક્ષેત્રો છે જેમાં તમે ઉચ્ચ શિક્ષણ વિના પણ સારી કારકિર્દી બનાવી શકો છો. તમે મેકઅપ આર્ટિસ્ટ, બ્લોગર, માર્કેટિંગ એજન્ટ, ટ્રાવેલ એજન્સી, વોઈસ-ઓવર આર્ટિસ્ટ, મોબાઈલ સેલ્સ એન્ડ રિપેર, એથિકલ હેકર અને ફેશન ડિઝાઈનર પણ બની શકો છો.
આ પણ વાંચો:
વિનાશક બિપરજોય ગુજરાતથી કેટલું દૂર, Live Tracker માં જુઓ વાવાઝોડાની પળેપળની અપડેટ
વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : 8 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે બિપરજોય વાવાઝોડું
Biparjoy Cyclone: બિપરજોય જ નહીં એશિયા પર જોખમ બની ભમી રહ્યા છે વધુ 2 વાવાઝોડા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube