નોકરી શોધતા યુવાનો માટે સરસ તક, પોર્ટ ટ્રસ્ટમાં કુલ 116 પદો માટે કરાશે ભરતી
નવી દિલ્હીઃ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ માં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો કરી શકશે અરજી. દેશભરના પોર્ટ પર જગ્યા ના પ્રમાણે ભરતી કરવામાં આવતી હોય છે. કોરોના કાળમાં વેપાર-ધંધાને માઠી અસર પહોંચી છે. નોકરિયાત વર્ગની સ્થિતિ પણ કફોડી થઈ છે. જ્યારે નોકરી વાંચ્છુકો ની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે. એવામાં હવે પડતા પર પાટુ સમાન ઓમિક્રોનની અસર સમગ્ર દેશમાં થઈ રહી છે.
આ રીતે કરી શકાશે અરજી-
પોર્ટની જગ્યાઓ પર અરજી કરવા માટે તારીખ 31-12-2021 સુધી અરજી કરી શકાશે. ઉમેદવારોએ deendayalport.gov.inની પર અરજી કરવાની રહેશે.
વય મર્યાદા-
આ તમામ પદ માટે ઉમેદવાર ની વય 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય છૂટછાટ માટે જાહેરાત તપાસો.
પસંદગી પ્રક્રિયા-
મેરિટને તમામ સેમેસ્ટર/વર્ષ માં મેળવેલ ગુણ ના સરવાળા ના આધારે તૈયાર કરવામાં આવશે. પરીક્ષાના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
લાયકાત-
તમામ પદ માટેની લાયકાત અંગે વધુ માહિતી deendayalport.gov.in પરથી મળી જશે.
નોંધ- આ તમામ પદ માટે પગાર ધોરણ 7700થી લઈને 9000 સુધીનો રહેશે.