Awanish Sharan IAS: આમ તો યુપીએસસી (UPSC) ની પરીક્ષા પાસ કરીને આઈએએસ (IAS) બનવુ અનેક લોકોનું સપનુ હોય છે. પરંતુ બહુ ઓછા લોકો એવા હોય છે, જેઓ પોતાના સપનાને સાકાર કરી શકે છે. મોટાભાગના લોકોને કેવી રીતે પરીક્ષાની તૈયારી કરવી, કેવી રીતે સમયને મેનેજ કરવો, તેની સમજ હોતી નથી. આ ઉપરાંત અનેક લોકો એમ પણ માને છે કે, બાળકો શરૂઆતમાં જ વાંચવામાં સારા હોય તો જ સ્પર્ધાત્મક પરીક્ષા સુધી પહોંચે છે. હોશિયાર વિદ્યાર્થી જ યુપીએસસી પરીક્ષામાં પાસ થઈ શકે છે. પરંતુ એવુ નથી. હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિયેટની પરીક્ષામાં ઓછા માર્કસ મેળવનારા અનેક લોકો એવા છે, જેઓએ આઈએએસ બનીને લોકોને ચોંકાવી દીધા છે. આવી જ સફળતા આઈએએસ અવનીશ શરણ (IAS Awanish Sharan) ની છે. તેમણે જણાવ્યું કે, તેઓ સ્ટેટ પીસીએસ (State PCS) ની પરીક્ષામાં 10 વાર ફેલ થયા, પરંતુ હાર ન માનીને ઘરે બેસી ન રહ્યાં. તેના બાદના પ્રયાસમાં તેમણે યુપીએસસી પરીક્ષા પાસ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 IAS અવનીશ શરણ ધોરણ 10 માં માંડ પાસ થયા
તમને જણાવી દઈએ કે, આઈએએસ અવનીશ શરણ હાઈસ્કૂલમાં થર્ડ ડિવીઝનમાં પાસ થયા હતા. તેમને માત્ર 44.7 ટકા જ મળ્યા હતા. આ ઉપરાંત ધોરણ 10 માં 65 ટકા અને ગ્રેજ્યુએશનમાં 60 ટકા માર્કસ આવ્યા હતા. પરંતુ તેઓએ ક્યારેય હિંમત હારી ન હતી. બાદમાં યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઈએએસ બન્યા.



IAS અવનીશ શરણની સફળતાની કહાની
આઈએએસ અવનીશ શરણે ટ્વીટ કરી હતી કે, મારી યાત્રા... 
10 મું : 44.7%
12 મું: 65% 
ગ્રેજ્યુએશન : 60%


CDS: ફેલ
CPF: ફેલ


રાજ્ય લોક સેવા આયોગ : 10 થી વધુવાર પ્રારંભિક પરીક્ષામાં નાપાસ 


UPSC સિવિલ સેવા પરીક્ષા:
1. પ્રથમ પ્રયાસમાં પાસ 
2. બીજા પ્રયાસમાં AIR 77


યુઝર્સે કર્યા વખાણ
જ્યારે લોકોને આઈએએસ અવનીશ શરણે પોતાના સફળતાની કહાની જણાવી તો તેઓએ ખૂબ વખાણ કર્યાં હતા. મૃદુલા ભારતી નામની એક યુઝરે લખ્યું કે, માર્કસ તો તમને બતાવી દીધા, પરંતું UPSC ની પાછળની મહેનત અને જુસ્સોની મુસાફરી વધુ દિલચસ્પ છે. તો પૂજા નામની એક યુઝરે લખ્યું કે, લહેરોના ડરથી નાવ પાર થતી નથી. પ્રયાસ કરનારાઓની હાર નથી થતી. આ પંક્તિને તમે સાચી સાબિત કરી દીધી.