Color Shows Nature of Job: જોબ સેક્ટર્સને રંગોના આધારે સમજાવવામાં આવ્યા છે. જેથી કર્મચારીઓ અથવા મજૂરોને તેમના કામ અનુસાર વર્ગીકૃત કરી શકાય. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના દેશોમાં રંગોના આધારે તેમના વિશે માહિતી આપવાનો ચલણ છે. જોબ સેક્ટર્સને રંગોના આધારે સમજાવવામાં આવ્યા છે. જેથી કર્મચારીઓ અથવા મજૂરોને તેમના કામ અનુસાર વર્ગીકૃત કરી શકાય. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના દેશોમાં રંગોના આધારે તેમના વિશે માહિતી આપવાનો ચલણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે ક્યાંક કોઈ જગ્યાએ વ્હાઇટ કોલર જોબનું નામ તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જોબને રંગ સાથે કેમ જોડવામાં આવે છે. વાસ્તવમાં,અલગ અલગ  જોબ સેક્ટર માટે કેટલાક રંગો નક્કી કરવામાં આવ્યા છે, જે જણાવે છે કે તે કેવા પ્રકારની નોકરી છે.


બ્લુ કોલર જોબ 
વર્કિંગ ક્લાસના કર્મચારીઓને બ્લુ કોલર વર્કર્સ કહેવામાં આવે છે. જેમની પાસે કોઈ સ્કીલ હોય જે બીજાથી તેમને અલગ કરે... આમાં એવા કામદારોનો સમાવેશ થાય છે જેમને કલાકના પ્રમાણે વેતન આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘર બનાવતા શ્રમિકો 


ગોલ્ડ કોલર જોબ 
તેઓ સૌથી વધુ લાયક ગણાય છે. ડોકટરો, વકીલો, વૈજ્ઞાનિકો જેવા પ્રોફેશનલ્સ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેમને સૌથી કુશળ વ્યાવસાયિકો કહેવામાં આવે છે.


ગ્રે કોલર જોબ
આ એવા લોકો છે જે ના બ્લ્યુ કેટેગરીમાં આવે છે ના વ્હાઈટ ટીચર શેફસ પોલીસ ઓફિસર ફાયર ફાઈટર,ખેડૂતો વગેરે આ એવા કામદારો છે જેઓ નિવૃત્તિ પછી પણ કામ કરે છે...65 વર્ષથી વધુ ઉંમરના લોકોનો પણ આમાં સમાવેશ થાય છે. જેમ કે- હેલ્થકેર પ્રોફેશનલ્સ અને આઈટી પ્રોફેશનલ્સ.


પિંક કોલર જોબ 
એવા કર્મચારીઓ છે જેમને ખૂબ ઓછો પગાર મળે છે. તેમાં સરેરાશ શિક્ષણ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. જેમ કે- લાઈબ્રેરીયન, રિસેપ્શનિસ્ટ વગેરે.


વ્હાઇટ કોલર જોબ 
આ કર્મચારીઓ વિશે સૌથી વધુ ચર્ચા કરવામાં આવે છે, તેથી મોટાભાગના લોકો વ્હાઇટ કોલર જોબ વિશે જાણે છે. જેમાં પગારદાર વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો અને મેનેજમેન્ટનો સમાવેશ થાય છે..


ઓપન કોલર જોબ 
ઓપન કોલર વર્કરનો ટેગ રોગચાળા દરમિયાન લોકપ્રિય બન્યો છે. આમાં એવા કર્મચારીઓ છે જે ઇન્ટરનેટની મદદથી ઘરે બેઠા કામ કરે છે...દેશમાં આવા કર્મચારીઓની સંખ્યામાં કોરોના પછી  વધારો થયો છે.


બ્લેક કોલર જોબ
આ એવા કર્મચારીઓ છે જેઓ ખાણકામ અથવા તેલ ઉદ્યોગ માટે કામ કરે છે. ક્યારેક તેનો ઉપયોગ એવા લોકો માટે પણ થાય છે જેઓ બ્લેક માર્કેટિંગનું કામ કરે છે.


ગ્રીન કોલર જોબ
નામ સૂચવે છે તેમ, એન્વાાયરમેન્ટ સાથે જોડાયેલા લોકો ગ્રીન કોલર જોબ સાથે સંકળાયેલા છે, તેઓ સોલર પેનલ, ગ્રીન પીસ અને અન્ય ઉર્જા સ્ત્રોતો સાથે સંબંધિત કામ કરે છે.


રેડ કલર જોબ
રેડ કોલર જોબ એટલે ગર્વરમેન્ટ કર્મચારીઓ જેમને સરકાર પગાર આપે છે આવા લોકો સરકારી કામ કરે છે.