મોદી સરકારનો મોટો નિર્ણય; પહેલીવાર 13 સ્થાનિક ભાષાઓમાં લેવાશે CAPF કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા
CAPF Constable Exam 2024: CAPF કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ભરતી પરીક્ષા 20 ફેબ્રુઆરીથી 7 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા દેશના 128 શહેરોમાં અંદાજે 48 લાખ ઉમેદવારો માટે લેવામાં આવશે.
CAPF Constable (GD) Recruitment Exam 2024: સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) માં કોન્સ્ટેબલની ભરતી માટે પ્રથમ વખત કોન્સ્ટેબલોની (GD) પરીક્ષા હિન્દી અને અંગ્રેજી સિવાય 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય (MHA) એ CAPF માં ભરતી માટે કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પરીક્ષા 1 જાન્યુઆરી, 2024 થી હિન્દી અને અંગ્રેજી સિવાય 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા આ નામો, જાણો સંપૂર્ણ યાદી
કોન્સ્ટેબલ GD પરીક્ષા એ સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા લેવામાં આવતી મુખ્ય પરીક્ષાઓમાંની એક છે, જે દેશભરમાંથી લાખો યુવાનોને આકર્ષિત કરે છે. તેથી, ગૃહ મંત્રાલય અને સ્ટાફ સિલેક્શન કમિશને હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા યોજવાની સુવિધા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. તદનુસાર, SSC એ 2024 માં અંગ્રેજી અને હિન્દી સિવાય 13 અન્ય પ્રાદેશિક ભાષાઓમાં કોન્સ્ટેબલ (GD) પરીક્ષા લેવા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) પરીક્ષાના પ્રશ્નપત્રો હવે હિન્દી અને અંગ્રેજી સિવાય નીચેની 13 પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવામાં આવશે.
આ વર્ષે ચોમાસું સારું જવાની ધારણા! પણ આ મહિનામાં છે મોટો ખતરો, જાણો અંબાલાલની આગાહી
1. આસામી
2. બંગાળી
3. ગુજરાતી
4. મરાઠી
5. મલયાલમ
6. કન્નડ
7. તમિલ
8. તેલુગુ
9. ઉડિયા
10. ઉર્દુ
11. પંજાબી
12. મણિપુરી
13. કોંકણી
લાલબત્તી સમાન કિસ્સો; તમારા બાળક સાથે પણ બની શકે છે આવી ઘટના! જાણો વડોદરાનો કિસ્સો
CAPF કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ભરતી પરીક્ષા 20 ફેબ્રુઆરીથી 7 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા દેશના 128 શહેરોમાં અંદાજે 48 લાખ ઉમેદવારો માટે આયોજિત કરવામાં આવશે. સત્તાવાર નિવેદન અનુસાર, "આ નિર્ણયના પરિણામે લાખો યુવાનો તેમની માતૃભાષા/પ્રાદેશિક ભાષામાં પરીક્ષા આપશે અને તેમની પસંદગીની સંભાવનાઓ સુધરશે. પરિણામે, આ પરીક્ષાની પહોંચ દેશભરના ઉમેદવારોમાં વધશે. અને દરેકને રોજગાર માટે સમાન તક મળશે."