NASA ની ગજબની નોકરીની ઓફર, 24 કલાક પથારીમાં પડ્યા રહો અને લાખો કમાવો
NASA Job Offer : પથારી પર પડ્યુ રહેવુ કોને ન ગે, જો આવુ કરવા માટે લાખો રૂપિયા મળતા હોય તો... અમેરિકાની સ્પેસ એજન્સી નાસા બે મહિના પથારી પર પડ્યા રહેવા માટે 1.5 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છે.. જાણી લો આ જોબ ઓફર વિશે...
NASA Job Offer : અમેરિકાની સ્પેસ એજન્સી NASA માં માત્ર વૈજ્ઞાનિક અને રિસર્ચર જ લાખો રૂપિયા કમાવી શકે છે એવુ નથી હોતું. એજન્સી હવે 24 એવા લોકોની શોધ કરી રહી છે, જે માત્ર બે મહિના સુધી પથારી પર પડ્યા રહે. આવુ કરવાના બદલામાં એજન્સી દ્વારા શખ્સને 1 લાખ રૂપિયાનો પગાર આપવામા આવશે. જો તમે કે તમારા કોઈ મિત્રને સખત ઊંઘવાની આદત છે તો તમારા માટે આ નોકરીની ઓફર કામની છે.
આવુ કરવા પાછળ NASA નો ચોક્કસ હેતુ છે. આ રીતે લોકોને પથારીમાં પડ્યા રહેવાથી NASA ડેટા એકઠા કરશે. જે લોકો આગળ આવશે તેમને એક ખાસ પ્રકારના તૈયાર કરાયેલા માહોલમાં કૃત્રિમ ગુરુત્વાકર્ણમાં સમય વિતાવવાનો રહેશે.
એજન્સી સમજવા માંગે છે કે આવી પરિસ્થિતિમાં લાંબો સમય પસાર કર્યા બાદ માણસના શરીર પર કેવા પ્રકારની અસર પડે છે. તેનાથી પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે શુ અસર થશે તે ચકાસવામાં આવશે.
આ પણ વાંચો :
શું તમે જાણો છો હીરાબા જાહેરમાં પહેલીવાર ક્યારે આવ્યા હતા, આ રહી એ પ્રસંગની તસવીરો
ચમત્કારિક રીતે બચ્યો પંત! સળગતી કારમાં લોહીલુહાણ થઈ બહાર નીકળ્યો, ઘટના સમયનો Video
દીપિકા બાદ મલ્લિકાની ભગવા બિકનીએ આગ લગાવી, પિતા વિવેક અગ્નિહોત્રીનો ક્લાસ લેવાયો
આવુ કરવા માટે મળશે 1.53 લાખ રૂપિયા
યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને NASA ના જર્મન એરેસ્પેસ સેન્ટર સાથે મળીને આર્ટિફિશયલ ગ્રેવિટી બેડ રેસ્ટ સ્ટડી (AGBRESA) કરી રહ્યું છે. આ સ્ટડીમાં ભાગ લેનારાઓને કૃત્રિમ ગુરુત્વાકર્ણમા અંદાજે બે મહિના જેટલો સમય વિતાવવાનો રહેશે. આ માટે તેઓએ પથારીમાં પડ્યા પડ્યા આરામ કરવાનો રહેશે. બદલામાં વોલિયન્ટર્સને 18500 ડોલર એટલે કે 1,530,000 રૂપિયા મળશે.
આ માટે પ્રયોગ કરી રહ્યું છે નાસા
અંતરિક્ષમાં જનારા મુસાફરો અને વૈજ્ઞાનિકો હજી પણ શૂન્ય ગુરુત્વાકર્ણમાં કામ કરે છે અને પ્રયોગો કરે છે. જેનાથી તેમના શરીર પર કેટલીક નકારાત્મક અસર પડે છે. એજન્સી પહેલીવાર કૃત્રિમ ગુરુત્વાકર્ણની શક્યતાને પરખવા માંગે છે. તેના માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ ટેસ્ટનો હિસ્સો બનવા માટે 24 થી 55 વર્ષની વચ્ચેના ઉંમરના લોકોની જરૂર છે. આ માટે 12 પુરુષ અને 12 મહિલા વોલિયન્ટર્સની જરૂર છે, જેઓને જર્મન ભાષા પણ આવડતી હોવી જોઈએ.
આ પણ વાંચો :
સાળીની ગિફ્ટ પર નહીં લાગે ટેક્સ, પણ મિત્ર આપશે તો લાગશે, Income Tax નો વિચિત્ર નિયમ
બેઝિક પગાર 10 હજારથી વધુ છે તો EPFO નો નિયમ જાણી લો, સીધો 50 હજારનો ફાયદો થશે