Naukri JobSpeak Index : જુન મહિનામાં હાયરિંગ રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. નોકરી જોબસ્પીક ઈન્ડેક્સે જુન મહિનામાં નોકરીના ગ્રોથમાં ઘટાડો આવ્યો હોવાનું જણાવ્યું છે. જોકે, આ રિપોર્ટ કોઈ ખાસ સંકેત તરફ ઈશારો નથી કરી રહી. પરંતુ એવું માનવામાં આવે છે કે, ચૂંટણી, નવી સરકારનું ગઠબંધન પર છવાયેલા સસ્પેન્સ બાદ બજેટની જાહેરાતોને લઈને કંપનીઓએ હાયરિંગ ઓછુ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવામાં સંભવ છે કે, જુલાઈ મહિનામાં પણ હાયરિંગની ગતિવિધિઓ પર દબાણ બની રહેશે. જો વાત કરીએ તો, ગત મહિને થયેલા હાયરિંગના રિપોર્ટ અનુસાર, મોટાભાગના વિસ્તારોમાં ભરતી સ્થિર રહેવાને કારણે જુનમાં વ્હાઈટ કોલર જોબની હાયરિંગ એક્ટિવિટીમાં 7.62 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જુનમાં 2582 જોબ પોસ્ટીંગ કરવામા આવી છે, જ્યારે કે જુનમાં 2023 માં આ આંકડો 2795 હતો. 


વીમા સેક્ટરમાં સૌથી વધુ નોકરીઓ
તો હવે એ પણ જાણી લઈએ કે, આખરે જુન મહિનામાં કયા સેક્ટરમાં સૌથી વધુ હાયરિંગ એક્ટવિટીઝ વધી છે. નોકરી જોબસ્પીક ઈન્ડેક્સ અનુસાર, સૌથી વધુ હાયરિંગ ગ્રોથ 28 ટકાની સાથે ઈન્સ્યોરન્સ સેક્ટરમાં જોવા મળી છે. આ બાદ ટેલિકોમ, FMCG અને ફૂડ સેક્ટરમાં 12 ટકાથી વધુ હાયરિંગ થયું છે. બીપીઓ, આઈટી અને એજ્યુકેશન સેક્ટરમાં હાયરિંગ 9-9 ટકા વધ્યું છે. ગ્લોબલ કેપેસિટી સેક્ટર્સમાં હાયિરંગી 7 ટકા અને ફાર્મા હાયરિંગ ગતિવિધિ 6 ટકા વધી છે. 


જંત્રીના ભાવ વધતા જ પ્રોપર્ટીના ભાવમાં ભડાકો થશે, બિલ્ડરોએ સરકારને કરી રજૂઆત


જાણકારોનું માનવું છે કે, ફાર્મામાં હાયરિંગ વધવાનું કારણ હેલ્થ પ્રતિ લોકો વધુ જાગૃત થયા એ છે, જેને કારણે હેલ્થ સેક્ટરમાં હાયરિંગ વધી રહ્યું છે. 


મિની મેટ્રોઝ બન્યા નવા જોબ હબ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, હવે મિની મેટ્રો શહેર હાયરિંગના મામલામાં નાના શહેરો કરતા આગળ નીકળી રહ્યાં છે. તેના અસરથી રાજસ્થાન અને ગુજરાતના મોટા શહેરોમાં નોકરીઓની વધુ તક પેદા થઈ રહી છે. આવામાં જોધપુરમાં જુન દરમિયાન હાયરિંગ 36 ટકા વધી છે. તેના બાદ રાજકોટમાં 35 ટકા, કોટામાં 21 ટકા, ઉદયપુર, જામનગર અને સુરત શહેરો નવી નોકરીઓના મામલામાં 13 ટકા વધ્યા છે. પરંતું જેમ દેશના મહાનગરમાં નોકરીઓ પેદા થવાના આંકડા પર નજર કરીએ તો એકદમ ઉલટો નજારો જોવા મળ્યો છે. 


રિપોર્ટ અનુસાર, ગત મહિને બેંગલુરુમા હાયરિંગ 9 ટકા અને મુંબઈમાં 6 ટકા ઓછું રહ્યું છે. નોકરીઓના કેસમાં દેશમાં બીજા શહેરોમાં વધવું ફાયદાકારક છે. હવે મેટ્રો શહેરો પર આવતું દબાણ ઓછું થશે. આ સાથે જ બીજા શહેરોમાં પણ ઘર, ગાડીઓથી લઈને તમામ કન્ઝ્યુમર ડ્યુરેબલની ડિમાન્ડ વધશે. 


4 જુલાઈને શિવ અને બ્રહ્માંડના ચમત્કાર સાથે છે મોટું કનેક્શન, વૈજ્ઞાનિકો પણ માની ગયા!