BA, BSc, BCom વાળા માટે નોકરીની શાનદાર તક, પગાર 70,000 થી વધુ, જાણો વિગતો
ગ્રેજ્યુએશન બાદ સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે કામના સમાચાર છે. ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યુરન્સ કંપની લિમિટેડ (NIACL) તરફથી સરકારી નોકરી માટે નોટિફિકેશન બહાર પડ્યું છે. નોટિફિકેશન મુજબ કુલ 300 પદો માટે ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે ફક્ત ઓનલાઈન જ અરજી કરી શકાશે.
NIACL તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 1 ફેબ્રુઆરી 2024થી શરૂ થઈ જશે. જેમાં અરજી કરવા માટે ઉમેદવારોને 15 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. જેમાં ફી જમા કરવાની છેલ્લી તારીખ પણ આ જ છે. આવામાં જે ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તેઓ નીચેના સ્ટેપ્સ ફોલો કરે.
NIACL Recruitment માટે કરો અરજી
સ્ટેપ 1- આ જગ્યા માટે અરજી કરવા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ newindia.co.in પર જાય.
સ્ટેપ 2- વેબસાઈટના હોમ પેજ પર latest updates ની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- ત્યારબાદ New India Assurance NIACL Assistant Recruitment 2024 Apply Online ની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 4- આગામી પેજ પર Apply Online ના વિકલ્પ પર જાઓ.
સ્ટેપ 5- માંગવામાં આવેલી માહિતીથી રજિસ્ટ્રેશન કરી લો.
સ્ટેપ 6- રજિસ્ટ્રેશન બાદ લોગિન કરો અને અરજીફોર્મ ભરો.
સ્ટેપ 7- અરજી કર્યા બાદ પ્રિન્ટ જરૂર લઈ લો.
સરકારી નોકરી માટે બહાર પડેલી જગ્યામાં અરજી પ્રક્રિયા ફી જમા કર્યા બાદ જ પૂરી થશે. તેમાં જનરલ કેટેગરી, ઓબીસી, અને EWS વર્ગના ઉમેદવારોએ ફી તરીકે 850 રૂપિયા જમા કરવા પડશે. આ ઉપરાંત એસસી અને એસટી માટે ફી 100 રૂપિયા છે. ફીની ચૂકવણી ઓનલાઈન મોડમાં કરી શકો છો.
કોણ કરી શકે અરજી?
ન્યૂ ઈન્ડિયા ઈન્શ્યુરન્સ કંપની લિમિટેડ (NIACL) તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ આ જગ્યા માટે અરજી કરવા ઉમેદવાર પાસે કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. તેમાં બીએ, બીકોમ, અને બીએસસીની ડિગ્રી હોવી જોઈએ.
પગારની વિગતો
આસિસ્ટન્ટના પદ પર યોગ્ય ઉમેદવારોની પસંદગી ત્રણ સ્તરની પરીક્ષાથી થશે. તેમાં પહેલું પેપર 2 માર્ચ 2024ના રોજ લેવાશે. તેમાં પસંદગી પામનારાએ બીજુ પેપર આપવાનું રહેશે. તેમાં પસંદગી પામનારા ઉમેદવારોને દર મહિને 70,000 થી વધુ પગાર મળી શકશે. આ ઉપરાંત અન્ય સરકારી ભથ્થાઓનો પણ લાભ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube