ONGC Recruitment 2024: ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)માં નોકરી કરવા ઈચ્છો છો તો તમારા માટે સારી તક છે. અહીં કેટલીક ખાલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે અરજી મંગાવવામાં આવી છે. ઓએનજીસી અસમે જૂનિયર/એસોસિએટ  કન્સલ્ટન્ટના પદ પર ભરતી બહાર પાડી છે. આ પદ માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓએનસીજીની ઓફિશિયલ વેબસાઇટ ongcindia.com પર જઈને અરજી કરી શકે છે. અહીં જુઓ ભરતીની તમામ જાણકારી...ઓએનજીસીમાં એકવાર નોકરી લાગી તો તમારી એક પેઢી તરી જશે. આ સૌથી સેફ નોકરી છે. એટલા માટે આ નોકરીની ગુજરાતમાં પડાપડી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ONGC Recruitment 2024: અરજીની છેલ્લી તારીખ
ઓએનસીજીની આ ભરતી માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર 10 મે સુધી પોતાનું ફોર્મ ભરી શકે છે.


ONGC Recruitment 2024: ભરતીની વિગત
ભરતી નોટિફિકેશન પ્રમાણે ઓએનજીસી અસમ એસેટ દ્વારા આ ભરતી અભિયાન હેઠળ પ્રોડક્શન ડ્રિલિંગ અને મિકેનિકલમાં ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. ઓએનજીસી તરફથી જૂનિયર/એસોસિએટ  કન્સલ્ટન્ટના કુલ 28 પદ ભરવાના છે.


ONGC Recruitment 2024: ઉંમર મર્યાદા
જૂનિયર/એસોસિએટ  કન્સલ્ટન્ટના ભરતી 2024 માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 63 વર્ષથી વધુ ન હોવી જોઈએ.


ONGC Recruitment 2024: અરજી માટે જરૂરી યોગ્યતા
ઓએનજીસી જૂનિયર/એસોસિએટ  કન્સલ્ટન્ટના ભરતી 2024 માટે અરજી કરનાર ઉમેદવાર પાસે ઓફિશિયલ ભરતી નોટિફિકેશન અનુસાર સંબંધિત યોગ્યતા હોવી જોઈએ.


ONGC Recruitment 2024: આ રીતે થશે પસંદગી
જૂનિયર/એસોસિએટ  કન્સલ્ટન્ટના પદ પર ઉમેદવારની પસંદગી તેની યોગ્યતા અને વર્ક અનુભવ પ્રમાણે થશે. પસંદગી પ્રક્રિયા હેઠળ સૌથ પહેલા ઉમેદવારની સમીક્ષા કરી તે નક્કી કરવામાં આવશે કે ઉમેદવાર તમામ માપદંડ પૂરા કરે છે કે નહીં. ત્યારબાદ શોર્ટલિસ્ટ ઉમેદવારોને ઈ-મેલ દ્વારા તારીખ, સ્થાન, ટેસ્ટ સહિત ઈન્ટરવ્યૂ વિશે જાણકારી આપવામાં આવશે.