Paytm માં નોકરી કરવાની ઉત્તમ તક, 300 લોકોની કરવાની છે ભરતી
ઇ-વોલેટ કંપની પેટીએમ યુવાનો માટે સારી તક આપી રહી છે. તેના માટે કંપનીએ 300 પદો પર વેકેન્સી બહાર પાડી છે. પેટીએમની સફળતામાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જોકે યંગસ્ટર્સ આ ડિજીટલ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરે છે. એટલા માટે પેટીએમ દ્વારા યુવનોને પોતાની સાથે જોડવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી: ઇ-વોલેટ કંપની પેટીએમ યુવાનો માટે સારી તક આપી રહી છે. તેના માટે કંપનીએ 300 પદો પર વેકેન્સી બહાર પાડી છે. પેટીએમની સફળતામાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જોકે યંગસ્ટર્સ આ ડિજીટલ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરે છે. એટલા માટે પેટીએમ દ્વારા યુવનોને પોતાની સાથે જોડવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ વેકેન્સી Paytm ના વેંચર પેટીએમ મોલ માટે છે. કંપની બિઝની અલગ-લગ પોઝીશન અને રોલ્સ માટે પ્રોફેશનલ્સ હાયર કરશે. પેટીએમ મોલ વન97 કોમ્યુનિકેશનની વિંગ પેટીએમ ઇ-કોમર્સનો ભાગ છે.
300 લોકોને આપશે નોકરી
પેટીએમ મોલની યોજના આગામી કેટલાક મહિનાઓમાં 300 લોકોને નોકરી આપવાની છે. આ કંપની તાજેતરમાં જ નોકરી પર રાખવામાં આવેલા 200 લોકોથી અલગ હશે. ચીનની અલીબાબા પાસેથી ભંડોળ પ્રાપ્ત કરનાર પેટીએમ મોલ દેશની ઝડપથી ઓનલાઇન માંથી ઓફલાઇન (ઓ2ઓ) કંપની છે. ગત છ મહિનામાં કંપનીનો ઓ2ઓ બિઝનેસ 200 ટકાના વૃદ્ધિ દરથી વધ્યો છે.
બિઝનેસ, ટેક્નોલોજી અને ઉત્પાદન શ્રેણીમાં વેકન્સી
પેટીએમ મોલના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રીનિવાસન મોથેએ કહ્યું કે ''અમે ઓ2ઓ બિઝનેસમાં મજબૂત વૃદ્ધિની સંભાવના છે. આ વૃદ્ધિને યથાવત રાખવા માટે અમે અમારા કેટલાક કર્મચારી ગ્રુપને પુનગર્ઠિત કર્યા છે અને 200થી વધુ લોક્ને અમારા બિઝનેસ સાથે જોડ્યા છે.'' તેમણે કહ્યું કે આગામી કેટલાક મહિનામાં તેમની યોજના વધુ 300 લોકોને નોકરી આપવાની છે. આ બિઝનેસ, ટેક્નોલોજી અને ઉત્પાદન શ્રેણીમાં હશે.
અલીબાબા ગ્રુપ પાસેથી મળ્યું છે ફંડ
પેટીએમ મોલના બિઝનેસને વધારવા માટે કંપની 1000થી પણ વધુ લોકોને વન97 કોમ્યુનિકેશન્સ પાસેથી ઇ-કોમર્સ વિંગમાં લાવી ચૂકી છે. તાજેતરમાં જ પેટીએમ મોલને અલીબાબા દ્વારા ફંડ પણ મળે છે.