Jobs in Paytm: તમે પણ શોધી રહ્યાં છો નોકરી, Paytm કરશે 20 હજાર લોકોની ભરતી, જાણો વિગત
Jobs in Paytm: પેટીએમે વેપારીઓને ડિજિટલ માધ્યમને અપનાવવા વિશે તાલીમ આપવા માટે દેશભરમાં FSE ની નિમણૂંકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
નવી દિલ્હીઃ Jobs in Paytm: જો કોરોનાની લહેરને કારણે તમારી નોકરી જતી રહી છે અને તમે નોકરી શોધી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. દેશની દિગ્ગજ ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની Paytm 20,000 ભરતી કરવાની છે. તે આશરે 20 હજાર ફીલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવની નિમણૂંક કરશે. પેટીએમ વેપારીઓને ડિજિટલ માધ્યમથને અપનાવવા માટે શિક્ષિત કરવા માટે દેશભરમાં નિમણૂંકની પ્રક્રિયા શરૂ કરી છે. આ મામલાની જાણકારી રાખનાર સૂત્રએ માહિતી આપી છે.
ફીલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવની ભરતી
નોકરી સાથે જોડાયેલી પેટીએમની જાહેરાત અનુસાર ફીલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ (FSE) ની પાસે માસિક વેતન અને કમીશનમાં 35000 રૂપિયા અને તેનાથી વધુ કમાવાની તક રહેશે. કંપની એફએસઈના રૂપમાં યુવાઓ અને ગ્રેજ્યુએટની ભરતી કરવા ઈચ્છે છે. એક સ્ત્રોતે કહ્યું કે, પેટીએમે એફએસઈને કામ પર રાખવાનું શરૂ કરી દીધું છે. આ અવસર તે લોકોને આપવામાં આવી રહ્યો છે જે 10 અને 12 ધોરણ પાસ કરી ચુક્યા છે અથવા ગ્રેજ્યુએટ છે. તે નાના શહેરો અને ગામમાં રોજગાર ઉત્પન કરવામાં મદદ કરશે. ખાસ કરીને તે લોકો માટે જેણે કોરોના કાળમાં પોતાની નોકરી ગુમાવી દીધી છે.
આ પણ વાંચોઃ Good News: કેન્દ્રીય કર્મચારીઓનું DA થશે 31 ટકા, વધુ 3% નો થશે વધારો, થઈ ગયું CONFIRM
મહિલાઓને પણ કરવામાં આવશે પ્રોત્સાહિત
સૂત્રો પ્રમાણે કંપની વધુ મહિલાઓને તે માટે પ્રેરિત કરવા ઈચ્છે છે, જેથી મહિલા વ્યાપારીને ડિજિટલ પેમેન્ટ કરવામાં મદદ અને તાલીમ આપી શકાય. FSE પેટીએમની બધી પ્રોડક્ટ્સ જેમાં ઓલ-ઇન-વન QR Codes, POS મશીન, પેટીએમ સાઉન્ડબોક્સને પ્રમોટ કરશે. આ સિવાય કંપનીના વોલેટ, યૂપીઆઈ, પેટીએમ પોસ્ટપેડ, વેપારીઓની લોન અને વીમાનું પણ પ્રમોશન કરશે.
જાણો કરી રીતે કરશો અરજી
તો પેટીએમ દુકાનદારો અને વેપારીઓ માટે ગેરેન્ટેડ કેશબેક ઓફર પણ ચલાવી રહી છે, જેમાં સાઉન્ડબોક્સ IoT (ઇન્ટરનેટ ઓફ થીંગ્સ) ડિવાઇસ પણ છે. તેનો ફાયદો પણ ફીલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ ઉઠાવશે. કંપની દરરોજના કામકાજમાં પેટીએમનો ઉપયોગ કરી રહેલા બે કરોડથી વધુ કારોબારીઓ માટે 50 કરોડ રૂપિયાનો ખર્ચ કરી એક પ્રોગ્રામ પણ ચલાવશે. જેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોય, 10-12 પાસ કે ગ્રેજ્યુએટ જેની પાસે સ્માર્ટફોન એપ હોય તે પેટીએમ એપ દ્વારા આ જોબ માટે અરજી કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube