PNB Recruitment 2022: 12 પાસ માટે નોકરીની તક, જાણો યોગ્યતા અને ઉંમર મર્યાદા
PNB Recruitment 2022: ઉમેદવારોને અંગ્રેજી ભાષામાં બેસિક લખવા-વાંચતા આવળવું જોઈએ. માત્ર 12 પાસ તે માટે અરજી કરી શકે છે. બેન્કની સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કમાં નોકરીની તક છે. પીએનબીએ પ્યૂનના 15 પદો માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ હેઠળ પશ્ચિમ બંગાળના બર્ધમાન અને બિહારના ચંપારણ જિલ્લામાં ભરતી કરવામાં આવશે. ઉમેદવાર બેન્કની સત્તાવાર વેબસાઇટ pnbindia.in નોટિફિકેશન જોઈ શકે છે.
અરજી, પસંદગી અને ભરતી સંબંધીત વિગતની જાણકારી વેબસાઇટ પર ચેક કરી શકે છે. પૂર્વ બર્ધમાન માટે ઉમેદવારોએ 28 માર્ચ 2022 સુધી અરજી કરવી પડશે. તો ચંપારણ જિલ્લા માટે તેની છેલ્લી તારીખ 21 માર્ચ 2022 સુધી છે.
PNB Recruitment 2022: ઉંમર મર્યાદા
આ પદ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ ધોરણ 12 પાસ કરવું જોઈએ. ઉમેદવારની ઉંમર મર્યાદા 18 વર્ષ અને 24 વર્ષ નક્કી કરવામાં આવે છે.
પીએનબી ભરતી 2022- જરૂરી યોગ્યતા
ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો માટે જરૂરી છે કે તે અંગ્રેજી ભાષામાં લખી વાંચી શકે. માત્ર 12 પાસ ઉમેદવાર તે માટે અરજી કરી શકે છે. ગ્રેજ્યુએટ આ ભરતી માટે અરજી કરી શકશે નહીં.
આ પણ વાંચોઃ Indian Navy Recruitment 2022: ગ્રુપ-સીની 1531 જગ્યા માટે ભરતી, 63,200 રૂપિયા મળશે પગાર
PNB Recruitment 2022: પગાર ધોરણ
પસંદ થયેલા ઉમેદવારોને 14500 રૂપિયાથી 28145 રૂપિયા સુધી પગાર આપવામાં આવશે. પંજાબ નેશનલ બેન્કમાં અનામત પ્રાપ્ત લોકો માટે પણ આ ઉંમર વર્ગમાં છૂટ નક્કી કરી છે. એસસી, એસટી ઉમેદવારો માટે 5 વર્ષ અને ઓબીસી ઉમેદવારો માટે 3 વર્ષની છૂટ આપવામાં આવશે.
અરજી કરવાની રીત
ઇચ્છુક ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ નીચેના સરનામા પર ભરવું પડશે.
સરનામુંઃ ડેપ્યુટી સર્કલ હેડ- સપોર્ટ, એચઆરડી ડિપાર્ટમેન્ટ, પંજાબ નેશનલ બેન્ક, સર્કલ ઓફિસ, બર્ધમાન, બીજો માળ, શ્રી દુર્ગા માર્કેટ, પોલીસ લાઇન બજાર, જીટી રોડ, બર્ધમાન- 713103
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube