નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક સુરતમાં વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું. રસ ધરાવતા ઉમેદવારો કરી શકશે અરજી..કોરોનાના કપરા સમયમાં નોકરી પર સતત માઠી અસર પડી રહી છે. કોરોનાના સમયમાં દરેક  વિભાગમાં ભરતી પ્રક્રિયા બંધ હતી. પરંતુ હવે ધીરે ધીરે જનજીવન સામાન્ય બનતા નોકરીઓની તક પણ ખુલી છે. આ રીતે કરી શકાશે અરજી:
આ પદ માટે અરજી કરવા માગતા યુવાનો પંજાબ નેશનલ બેંક ની સાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને ભરવાનું રહેશે. તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ અરજી સાથે મોકલવાની રહેશે. અરજીની નકલ ને પંજાબ નેશનલ બેંક, મંડળ કાર્યાલય, તુલસી કૃપા આર્કેડ, ચોથો માળ, આઈ માતા ચોક, સુરત – બારડોલી રોડ, સુરત – 395010 પર મોકલવાની રહેશે. અરજી ફી:
આ પદ માટે ઉમેદવાર ને કોઈ પણ ફી ભરવાની નથી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પગાર ધોરણ:
આ પદ માટે ઉમેદવાર ને 4833 રૂપિયા તથા બેંકના નિયમો મુજબ મોંઘવારી ભથ્થું + મકાન ભાડું ભથ્થું + વાહન ભથ્થુ અને અન્ય ભથ્થું આપવામાં આવશે.

વય મર્યાદા:
આ પદ માટે ઉમેદવાર ની  વય 18 વર્ષ થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

લાયકાત:
ઉમેદવારોએ વાંચતા અને લખતા આવડવું જોઈએ. તથા આ પદ માટે કોઈ પણ લાયકાત ન હોય તે પણ અરજી કરી શકશે..